Western Times News

Gujarati News

કરીના કપૂરે શાહિદ કપૂર સાથેની જૂની તસવીર શેર કરી

મુંબઈ: કરીના કપૂર ખાન અને શાહીદ કપૂરની રોમાન્ટિક ફિલ્મ જબ વી મેટની ગણના બોલિવુડની મોસ્ટ એન્ટરટેનિંગ ફિલ્મ્સમાં થાય છે. ક્રિટિક્સ તેમજ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મેળવનારી આ ફિલ્મને આજે ૧૩ વર્ષ થયા છે. આ ખાસ દિવસને સેલિબ્રેટ કરવા માટે કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બીટીએસ થ્રોબેક તસવીર શેર કરી છે. ૧૩ વર્ષ જૂની યાદોને વાગોળતા કરીના કપૂરે બીટીએસ તસવીર શેર કરી છે.

શાહિદ કપૂર અને ઈમ્તિયાઝ અલીને ટેગ પણ કર્યા છે.
જેમાં તે ફિલ્મના કો-સ્ટાર તેમજ એક્સ-બોયફ્રેન્ડ શાહિદ કપૂર અને ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથે જોવા મળી રહી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, મને તો લાગે છે કે લાઈફમાં વ્યક્તિ રિયલમાં જે ઈચ્છે છે, હકીકતમાં તેને તે જ મળે છે. આ સાથે તેણે શાહિદ કપૂર અને ઈમ્તિયાઝ અલીને ટેગ પણ કર્યા છે. કરીના કપૂર બીજીવાર પ્રેગ્નેન્ટ છે. ત્યારે તેણે આમિર ખાન સાથેની પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ પતાવી દીધું છે.

એક્ટ્રેસે થોડા સમય પહેલા લાલસિંહ ચઢ્ઢાના સેટ પરથી આમિર ખાન સાથેની એક તસવીર શેર કરી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, દરેક સફરનો અંત હોય છે. આજે મેં ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ ખતમ કરી લીધું છે. મુશ્કેલ સમય, મહામારી, મારી પ્રેગ્નેન્સી, નર્વસનેસ પરંતુ તમામ બાબતો અમારા ઉત્સાહને રોકી શકી નહીં. જે અમે સેફ્ટીની સાથે-સાથે શૂટ કર્યું’. શાહિદ કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો, તેણે અપકમિંગ સ્પોર્ટ્‌સ ડ્રામા જર્સીનું શિડ્યૂલ ખતમ કર્યું છે.

કરીના કપૂર અને શાહિદ કપૂર ઘણા લાંબા સમય સુધી રિલેશિનશિપમાં રહ્યા હતા.
આગામી સમયમાં તે નેક્સ્ટ શિડ્યૂલનું શૂટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર અને શાહિદ કપૂર ઘણા લાંબા સમય સુધી રિલેશિનશિપમાં રહ્યા હતા. આ દરમિયાન તેમણે ફિલ્મ જબ વી મેટમાં કામ કર્યું. ફિલ્મ તો હિટ રહી પરંતુ બંને કોઈ કારણથી અલગ થઈ ગયા. કરીના સાથે બ્રેકઅપ થયા બાદ શાહિદનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયું હતું.

જ્યારે જબ વી મેટ બાદ કરીનાએ ટશનનું શૂટિંગ શરુ કર્યું હતું, જ્યાં તેને તેના મનનો માણીગર સૈફ અલી ખાન મળી ગયો. સૈફ અને કરીનાએ વર્ષ ૨૦૧૨માં લગ્ન કરી લીધા. ૨૦૧૬માં તેમને ત્યાં દીકરા તૈમૂરનો જન્મ થયો. બીજી તરફ શાહિદે ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા, આજે તેને મીશા અને ઝૈન નામના બે બાળકો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.