Western Times News

Gujarati News

લોકલાગણી આગળ સરકાર ઝૂકી: સી-પ્લેનનુ ભાડું ઘટાડી 1500 કરાયું

અમદાવાદ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારા સી-પ્લેનની મુસાફરી સિંગલ-વેનું ભાડું 4,800 રખાયું હતું. જોકે, ચૌ તરફ ટીકા થતા આખરે રાજ્ય સરકારે ભાડાના દર ઘટાડ્યા. રાજ્ય સરકારે સી-પ્લેનના ઊંચા દરના લઈને થયેલા ઉહાપોહને પગલે ઘટાડો કરીને હવે 1,500 રૂપિયા કર્યુ છે.

સી પ્લેનનું ભાડુ અગાઉ 4,800 હતુ, જેના પગલે અમદાવાદીઓમાં આટલા ભાડા અંગે ઉહાપોહ થતા સરકારની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. તેમા મુસાફરોને આકર્ષવા માટે ભાડું ઘટાડીને પંદરસો રૂપિયા કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સી-પ્લેન પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. અમદાવાદથી કેવડિયા સુધી દિવસમાં બે વખત સી-પ્લેન ઉડાન ભરશે. તેના પછી મુસાફરોના પ્રતિસાદના આધારે ઉડ્ડયન સંખ્યા વધારવામાં આવશે. આમ બંને દિશાઓમાં મળીને સી-પ્લેન કુલ ચાર વખત ઉડ્ડયન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.