Western Times News

Gujarati News

વીરુની જર્સીના નંબર અંગે સાસુ-વહુમાં મતભેદ હતા

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાનો પૂર્વ આક્રમક બેટ્‌સમેન વીરેન્દ્ર સેહવાગ એક અલગ મિજાજનો ઓપનર હતો. તેની રમવાની સ્ટાઇલ અલગ હતી. તે આક્રમક બેટિંગ કરતા સમયે પિચ પર દબાણ ઓછુ કરવા માટે કિશોર કુમારના ગીત ગાતો હતો. બેટિંગ સાથે તેની બીજી એક ચીજ ચર્ચામાં રહેતી હતી અને તે હતી તેની જર્સીનો નંબર. સચિન તેંડુલકર હોય કે મહેન્દ્રસિંહ ધોની તેમની જર્સી પર હંમેશા એક ખાસ નંબર જોવા મળતો હતો.

નંબર વગરની જર્સી સાથે બેટિંગ કરવા માટે આવવા લાગ્યો હતો.
જોકે સેહવાગ કારકિર્દીના શરૂઆતના દિવસોમાં અલગ-અલગ નંબરની જર્સી સાથે બેટિંગ માટે આવતો હતો અને પછી તે નંબર વગરની જર્સી સાથે બેટિંગ કરવા માટે આવવા લાગ્યો હતો. સેહવાગ નંબર વગરની જર્સી પહેરીને કેમ રમતો હતો તેનો ખુલાસો તેણે પોતે જ કર્યો છે. સેહવાગના મતે તેની જર્સી સાસુ-વહુની લડાઇમાં ફસાઇ ગઈ હતી. સેહવાગે પોતાના ખાસ શો વીરુની બેઠકમાં કહ્યું કે જર્સીના નંબરને લઈને તેની માતા અને પત્નીની અલગ-અલગ પસંદ હતી.

પ્રથમ વખત રમ્યો તો વનડે ક્રિકેટમાં મને ૪૪ નંબર મળ્યો હતો.
જેથી બંનેને ખુશ કરવા માટે તેણે નંબર વગરની જર્સી પહેરવાનો ર્નિણય કર્યો હતો. સેહવાગે કહ્યું હતું કે જ્યારે પ્રથમ વખત રમ્યો તો વનડે ક્રિકેટમાં મને ૪૪ નંબર મળ્યો હતો. મારી મમ્મી જ્યારે જ્યોતિષી પાસે જતી હતી તો તે કહેતા હતા કે આ ૪૪ નંબર સેહવાગ માટે ઠીક નથી. જ્યારે મારા લગ્ન થયા તો મારી પત્ની કહેતી હતી કે આ નંબર સુટ કરતો નથી. મમ્મીએ કહ્યું કે ૪૬ નંબર લઇ લે, પત્નીએ કહ્યું કે ૨ નંબર લઈ લે.

૨૦૧૧ના વર્લ્‌ડ કપમાં સેહવાગની જર્સીને લઈને ઘણો હંગામો થયો હતો.
સાસુ-વહુની લડાઇમાં મેં નંબર જ ના લીધો. કારણ કે ઘર ખુશ તો હું પણ ખુશ. ૨૦૧૧ના વર્લ્‌ડ કપમાં સેહવાગની જર્સીને લઈને ઘણો હંગામો થયો હતો. સેહવાગે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચમાં નંબર વગરની જર્સી સાથે બેટિંગ કરી હતી.

આ પછી આઈસીસીએ ચેતાવણી આપી હતી. જોકે પછી બીસીસીઆઈએ દખલઅંદાજી કરીને મામલો પતાવ્યો હતો. સેહવાગે આ મેચમાં ૧૭૫ રનની ઇનિંગ્સ રમી હતી.

સેહવાગે એ પણ કહ્યું હતું કે તેના પરિવારને ઘણા લોકો પાસેથી નંબર બદલવાને લઈને સલાહ મળે છે.
૨૦૦૮માં પ્રથમ વખત સેહવાગ નંબર વગરની જર્સી સાથે મેદાનમાં રમવા ઉતર્યો હતો. તે સમયે જ્યારે તેને પુછવામાં આવ્યું હતું કે કેમ નંબર વગરની જર્સી પહેરી રમવાનો ર્નિણય કર્યો તો સેહવાગે કહ્યું કે જો ટેસ્ટમાં નંબર વગરની જર્સી સાથે રમીએ છીએ તો પછી વન-ડેમાં કેમ નહીં. તે સમયે સેહવાગે એ પણ કહ્યું હતું કે તેના પરિવારને ઘણા લોકો પાસેથી નંબર બદલવાને લઈને સલાહ મળે છે. આથી તંગ આવીને નંબર વગરની જર્સી પહેરવાનો ર્નિણય કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.