Western Times News

Gujarati News

કિગ્સ ઈલેવન પંજાબની સામે રાજસ્થાનનો ૭ વિકેટે વિજય

દુબઈ: આઈપીએલની ૧૩મી સીઝનની ૫૦મી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ લીધી છે. પહેલા બેટિંગ કરતા પંજાબ તરફથી ૪ વિકેટ ગુમાવી ૧૮૫ રન બનાવ્યા હતા. ટારગેટનો પીછો કરતા રાજસ્થાનની ટીમે માત્ર ૧૭.૩ ઓવરમાં ૩ વિકેટે ૧૮૬ રન બનાવીને મેચ જીતી લીધી હતી.

રાજસ્થાન તરફથી બેન સ્ટોકે ૫૦ અને સંજુ સેમસને ૪૮ રનની ઈનિંગ રમી ટીમને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. ૧૮૬ રનના ટારગેટનો પીછો કરતા રાજસ્થાન તરફથી ઓપનિંગમાં રોબિન ઉથ્થપા અને બેન સ્ટોક્સ ઉતર્યા હતા. ઓપનિંગ જોડીએ ૬૦ રનની પાર્ટનરશિપ બનાવી હતી.

ત્યાર બાદ સંજુ સેમસન ૪૮(૨૫) અને રોબિન ઉથ્થપા ૩૦ (૨૩)રન બનાવી આઉટ થયો હતો.
૬ ઓવરમાં બેન સ્ટોક્સ માત્ર ૨૬ બોલમાં ૫૦ રન બનાવી ક્રિસ જોર્ડની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ સંજુ સેમસન ૪૮(૨૫) અને રોબિન ઉથ્થપા ૩૦ (૨૩)રન બનાવી આઉટ થયો હતો.advt-rmd-pan

જ્યારે સ્ટિવ સ્મીથ ૨૦ બોલમાં ૩૧ રન અને જોસ બટલર ૨૨(૧૧) રન બનાવી અણનમ રહી માત્ર ૧૭.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને રાજસ્થાને૧૮૬ રન બનાવી મેચ જીતી લીધી. બોલિંગની વાત કરીએ તો મુરુગન અશ્વિન અને ક્રિસ જોર્ડનને ૧-૧ સફળતા મળી હતી. જ્યારે અર્શદીપ, મોહમ્મદ શમીને ખર્ચાળ સાબિત થયા હતા

જ્યારે રોબિન બિશ્નોઈએ ૪ ઓવરમાં ૨૭ રન આપ્યા હતા
તેમજ કોઈ વિકેટ પણ મળી નહોતી. જ્યારે રોબિન બિશ્નોઈએ ૪ ઓવરમાં ૨૭ રન આપ્યા હતા પરંતુ તેને પણ કોઈ સફળતા હાથ લાગી નહોતી. પોતાની વિસ્ફોટક બેટિંગને કારણે દુનિયાભરની ટી૨૦ લીગમાં પોતાનું ખાસ સ્થાન બનાવનારા ક્રિસ ગેલે આઈપીએલની ૧૩મી સીઝન દરમિયાન ક્રિકેટના આ નાના ફોર્મેટમાં ૧૦૦૦ સિક્સ ફટકારનારો વિશ્વસનો પહેલો બેટ્‌સમેન બની ગયો છે. રાજસ્થાન સામેની મેચમાં ગેલે ૯૯ રની ધમાકેદાર ઈનિંગ રમી. આ મેચમાં પણ ગેલે ૮ સિકસ ફટકારી હતી.

ઈનિંગની વાત કરવામાં આવે તો રાજસ્થાને ટોસ જીતીને પંજાબની ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
આ સાથે જ આઈપીએલમાં પણ સૌથી વધુ સિક્સ ૩૪૯ પણ ગેલના નામે છે. પહેલી ઈનિંગની વાત કરવામાં આવે તો રાજસ્થાને ટોસ જીતીને પંજાબની ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબની ઓપનિંગ જોડી કેએલ રાહુલ અને મનદિપ સિંહ ઉતરી હતી. પહેલી જ ઓવરમાં મનદીપ સિંહ શૂન્ય રને આઉટ થઈ ગયો હતો.

ત્યાર બાદ ક્રિસ ગેલ અને કેએલ રાહુલે મેદાનના દરેક ખૂણા પર શોટ ફટકાર્યા હતા. ૧૫મી ઓવરમાં રાહુલ ૪૧ બોલમાં ૪૬ રનની ઈનિંગ રમીને સ્ટોક્સની બોલિંગમાં શોટ મારવા જતા રાહુલ તેવટિયાના હાથમાં કેચ દઈ બેઠો. જોકે બીજી તરફ ક્રિસ ગેલે મેદાન પર સિક્સ અને ફોરનો વરસાદ કરી દીધો હતો

મેચની છેલ્લી ઓવરમા ક્રિસગેલ ૮ સિક્સ અને ૬ ફોરની મદદથી ૬૩ બોલમાં ૯૯ રનની ઈનિંગ રમીને જોફ્રા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. આ ઉપરાંત પૂરન૨૨(૧૦), મેક્સવેલ ૬(૬) અને દીપક હુડા ૧(૧) રન બનાવી શક્યો હતો. રાજસ્થાનની બોલિંગ વિશે વાત કરીએ તો જોફ્રા આર્ચર અને સ્ટોક્સ ને ૨-૨ વિકેટ મળી હતી. આ સિવાય અન્ય કોઈ બોલરને સફળતા મળી નહોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.