Western Times News

Gujarati News

પીઆઇયુની બેઠકમાં ભારત પાકિસ્તાન આમને સામને હશે

નવીદિલ્હી, ભારત અને પાકિસ્તાન એકવાર ફરી આમને સામને થનાર છે વિવિધ સંસદોની સર્વોચ્ચ સંસ્થાન ઇટર પાર્લિયામેંટ્રી યુનિયન આઇપીયુની ગવર્નિગ કાઉસિલની બેઠકમાં બંન્ને દેશો વચ્ચે એક નાની કુટનીતિક લડાઇ જાેવા મળી શકે છે. પાકિસ્તાન આઇપીયુનું અધ્યક્ષ બનવા માટે ચુંટણી લડી રહ્યું છે. તેનો સામનો પુર્તગાલ કેનેડા અને ઉઝબેકિસ્તાનની ત્રણ અન્ય ઉમેદવારોથી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારત પાકિસ્તાનની ઉમેદવારીનો વિરોધ કરવા માટે તૈયાર છે ભારત પુર્તગાલના ડયુર્ટે પાચેકો કે ઉઝબેકિસ્તાનથી અકમલ સૈદવોને પોતાનું સમર્થન આપી શકે છે એ યાદ રહે કે કેનેડાથી સલમા અતાઉલ્લાહ અને પાકિસ્તાનથી મુહમ્મદ સંજરાની ચુંટણી મેદાનમાં છે.

જયાં ભારતે પાકિસ્તાનને આતંકી સંગઠનોનું સમર્થન કરનાર બતાવ્યું છે. ત્યાંપાકિસ્તાને અનેકવાર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. આઇપીયુ અધ્યક્ષ પદ માટે ઉમેદવારને ભારતનું સમર્થન પણ ભારતના રાજદ્વારી વલણને દર્શાવે છે.એ યાદ રહે કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે જેમાં અધિકારીઓની સાથે સાંસદ પુનમબેન હેમતભાઇ માંડમ અને સ્વપન દાસગુપ્તા પણ સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.