Western Times News

Gujarati News

એક દિવસમાં કોરોનાના ૪૫૨૩૦ નવા કેસ સામે આવ્યા

નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં એકવાર ફરી ઘટાડો આવ્યો છે જેથી વાયરસનો ગ્રાફ નીચે તરફ આવી રહ્યો છે. રવિવારે કોરોનાના ૪૬,૯૬૩ મામલા રિપોર્ટ કરવામાં આવ્યા જયારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૫,૨૩૦ નવા મામલા સામે આવ્યા છે દેશમાં કોરોનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા ૭૫ લાખને પાર કરી ગઇ છે જયારે સક્રિય મામલા સતત છ લાખથી નીચે બનેલ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૫,૨૩૦ નવા મામલા સામે આવ્યા છે જયારે આ દરમિયાન વાયરસના કારણે જાન ગુમાવનારાઓની સંખ્યા ૪૯૬ રહી દેશમાં કોવિડ ૧૯થી સંક્રમિત થનારા કુલ દર્દીઓની સંખ્યા ૮૨,૨૯,૩૧૩ છે.

આંકડા અનુસાર દેશમાં ૭૪,,૪૪,૭૯૮ દર્દીઓ સંક્રમણમુકત થયા છે જયારે ગત ૨૪ કલાકમાં ૫૩.૨૮૫ દર્દીઓએે વાયરસને પરાજય આપ્યો છે સરાવાર બાદ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. દેશમાં સક્રિય મામલા અને સંક્રમણમુકત થનારા દર્દીઓની સંખ્યામાં લગભગ ૭૦ લાખનું અંતર છે. મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સક્રિય મામલાની કુલ સંખ્યા ૫,૬૧,૯૦૮ છે જેમાં ગત ૨૪ કલાકમાં ૮,૫૫૦ની કમી આવી છે જયારે વાયરસના કારણે અત્યાર સુધી ૧,૨૨,૬૦૭ લોકોના મોત થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.