Western Times News

Gujarati News

સમગ્ર ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે ‘’માઇન્ડ વોર્સે’’ ભારતની   સૌથી મોટી ઓનલાઇન જી.કે. ઓલિમ્પિયાડ  લોન્ચ કર્યું.  

વારાણસી,  જી.કે. શબ્દ, સામાન્ય બુદ્ધિ સાથે ગાઢ રીતે  સંકળાયેલ છે, તે આપણા જીવનમાં બનતી વસ્તુઓના મહત્વની આપણી સમજણને પ્રતિબિંબિત કરે છે. ઓલિમ્પિયાડ જેવી પરીક્ષામાં ભાગ લઈને, વિદ્યાર્થીઓ ક્વિઝ અને ઉખાણાઓ દ્વારા શીખે છે અને આ જીવનમાં વધુ નિર્ણાયક અત્મવિશ્વાસપૂર્ણ બનવા માટે સક્ષમ બનાવે છે.
દરેક માતાપિતાની ઇચ્છા હોય છે કે તેમના બાળકો બાળપણ માં જે કઈપણ કરશે,

તેમાં  સફળતા પ્રાપ્ત કરશે અને નવી જગ્યાઓ બનાવશે, માઇન્ડ વોર્સે એની આ  ઇચ્છા પૂરી કરવા માટે આવ્યા છે; માઇન્ડ વોર્સ એ ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા પ્રોત્સાહિત મલ્ટીપ્લેટફોર્મ નોલેજ પ્રોગ્રામ છે, જે ભારતના  સૌથી મોટા સામાન્ય ગ્નાન ઓલિમ્પિયાડ 2020 છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવા પ્રોત્સાહિત કરવાનું છે.

રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપ નવેમ્બર 2020 માં શરૂ થશે, અને તે ભારતના શિક્ષણ બોર્ડના 4 થી 12 ના વર્ગના તમામ વિદ્યાર્થીઓ માટે હશે. જેમાં 20 મિનિટની પરીક્ષા હશે, જેમાં આવતા વર્ગમાં વિદ્યાર્થીઓની ક્ષમતા અને વૃદ્ધિમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે દરેક વર્ગના 5 વિષયોના સુસંગત અને રસપ્રદ સ્થાનિક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, ભારતભરની 5,૦૦૦ જેટલી ભારતીય શાળાઓના આચાર્યો અને શિક્ષકો સાથે કરવામાં આવેલા વ્યાપક સર્વેક્ષણના પરિણામોના આધારે રચવામાં આવ્યું છે.

ઓનલાઇન ઓલિમ્પિયાડમાં કોઈ પણ અવરોધ વિના વિદ્યાર્થીઓ 24 * 7 નો અભ્યાસ પણ કરી શકે છે, અને નેશનલ ચેમ્પિયન તરીકેનું સન્માન અને 1 કરોડનું ઇનામ મેળવવાની તક પણ મળશે.
ઓલિમ્પિયાડમાં ભાગ લેવા માટે, કૃપા કરીને આ લિંકની મુલાકાત લો: https://www.mindwars.co.in/olympiad/
પરીક્ષાની તારીખ: 22, 28 અને 29 નવેમ્બર 2020,  5, 6, અને 12 ડિસેમ્બર 2020

ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ઉમેશકુમાર બંસલે ઓલિમ્પિયાડ 2020 વિશે ટિપ્પણી કરતા, કહ્યું, “રાષ્ટ્ર કક્ષાની જી.કે. ઓલિમ્પિયાડની રચના એવી રીતે કરવામાં આવી છે

કે ગ્નાન નો ઉપયોગ, તર્ક અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહિત કરી શકાય. જેનાથી સ્કૂલ ના બાળકોને તેમની સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા સુધારવા તેમજ સમય વ્યવસ્થાપન કરવામાં મદદ, અને તેઓ આગળ તેમની કારકિર્દીની તૈયારીમાં એક સ્પર્ધાત્મક અનુભવ પણ મેળવશે

આ પ્રોગ્રામ દ્વારા આપણે ઘણા સ્તરે વિદ્યાર્થીઓને ઓળખવામાં સફળ છીએ, શાળા કક્ષાએ, રાજ્ય કક્ષાએ એવોર્ડ આપવામાં આવશે અને પ્રતિષ્ઠિત ‘’માઇન્ડ વોર્સ’’ રાષ્ટ્રીય ટોચની 100 મેરિટ લિસ્ટ માટે દરેક ગ્રેડ માટે અલગથી અનામત રાખવામાં આવશે. ઓનલાઈન અમર્યાદિત પ્રેક્ટિસ અને મલ્ટીપલ એટીટ્યુડના વિકલ્પ સાથે બાળક રાષ્ટ્રીય કક્ષાના ચેમ્પિયન અને રાષ્ટ્રનું ગૌરવ બની શકે છે. “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.