Western Times News

Gujarati News

ટ્રમ્પ કે બિડેન ? કોના વિજયથી ભારતને લાભ

વોશિંગ્ટન, અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન જીતશે તો ભારતીય બજારમાં તેજી આવશે અથવા ભારતીય બજાર પર એની સકારાત્મક અસર જોવા મળશે. મંગળવારે અંતિમ મતદાન છે. રિપબ્લિકન પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે.

અમેરિકન કોંગ્રેસ ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ મતગણતરી કરશે અને વિજેતાની ઔપચારિક જાહેરાત કરશે. ત્યાં સુધી ભારત અને બીજાં બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. કોરોના વાઈરસ સંક્રમણના કેસ ફરી વધવાથી અને અમેરિકાની ચૂંટણીને કારણે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ભારતીય બજારમાં બે ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો.

ફેડ પોલિસી, સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને વેપાર તેમજ વિદેશ નીતિ ભારતીય ભારતીય રોકાણકારો માટે વરદાન બની શકે છે મનીકંટ્રોલના એક રિપોર્ટ મુજબ, અલંકિત લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અંકિત અગ્રવાલે કહ્યું હતું કે અમુક રિસર્ચ જણાવે છે કે બાઇડન સત્તામાં આવશે તો ભારતીય બજારમાં એની સકારાત્મક અસર જોવા મળશે.

વિભાજિત સદનને જોતાં એશિયામાં સૌથી વધારે લાભ ભારતને થશે. ત્રણ ફેક્ટર ભારતીય રોકાણકારો માટે વરદાન સાબિત થઈ શકે છે. આ છે ફેડ પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચ અને વેપાર-વિદેશ નીતિ. વેસ્ટેડ ફાઈનાન્સના આંકડાં મુજબ, ઐતિહાસિક રીતે ડેમોક્રેટિક પાર્ટીની સત્તા દરમિયાન ૫૦૦એ સરેરાશ ૧૧ ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.

રિપબ્લિકન રાષ્ટ્રપતિના કાર્યકાળમાં આ ઈન્ડેક્સે સરેરાશ ૭ ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે. વિશેષજ્ઞો મુજબ ડેમોક્રેટ પાર્ટી સત્તામાં આવવાની આશાથી માર્ચ પછી ભારતીય બજારમાં તેજી જોવા મળી છે. આવામાં જો ટ્રમ્પ જીત થશે તો બજારમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. વેન્ટુરા સિક્યોરિટીઝના રિસર્ચ હેડ વિનીત બોલિઝ્‌કરે કહ્યું હતું કે બાઈડનનો પ્રસ્તાવ અને તેની નીતિ ભારતના બજારને અનુકૂળ છે.

પરંપરાગત વિશ્લેષકો માને છે કે રિપ્બિલકન રાષ્ટ્રપ્રમુખોનો ઝુકાવ ભારત તરફ જ રહે છે. જો કે, આ વાત સપૂર્ણ રીતે સાચી નથી. બીજા વિશ્વ યુદ્ધ પછી નજર કરીએ તો ભારતનો પક્ષ લેનારા બે રાષ્ટ્રપ્રમુખ બન્યા. જેમાં ૧૯૬૦ના દાયકામાં જ્હોન એફ કેનેડી અને પછી ૨૦૦૦ના દાયકામાં જ્યોર્જ ડબલ્યુ બૂશનો સમાવેશ થાય છે. કેનેડી નિયો-કન્ઝર્વેટિવ રિપબ્લિકન હતા, જ્યારે બુશ ડેમોક્રેટ હતા.

બંનેએ નવી દિલ્હી સાથેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ ગયા. કેનેડીએ તેમના કાર્યકાળ દરમિયાન ચીન સામે ભારતને ઘણું સમર્થન આપ્યું હતું. બુશ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચે પણ ઘણા સારા સંબંધો હતા. આવી બંને વિચારધારાઓના રાષ્ટ્રપતિઓએ અનેક પ્રસંગોએ ભારતને ઝટકો પણ આપ્યો.

જેમાં ભલે ભારત-પાકિસ્તાન યુદ્ધ સમય રાષ્ટ્રપ્રમુખ રહેલા રિપ્બિલકન રિચર્ડ નિક્સન હોય કે પછી ૧૯૯૦ના દાયકામાં ભારતને પરમાણુ કાર્યક્રમ માટે દબાણ કરનાર ડેમોક્રેટના બિલ ક્લિંટન. તાજેતરમાં કોરોના મહામારીને કારણે ચાઇના પ્રતિ વિશ્વનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. ભારતની સરહદ પર તણાવ સર્જીને ચાઈનાએ વધુ એક સંકટ ઉભો કર્યો છે. ટ્રમ્પે કોરોના અને ભારતની સરહદ પર તણાવ બંને માટે ખુલ્લેઆમ ચીનને દોષી ઠેરવ્યું છે.

ટ્રમ્પ સીધા-સીધા ચીનની યુદ્ધ કરવા માંગે છે જ્યારે બાઇડન ડિપ્લોમેસીની વકાલત કરી રહ્યા છે. ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મિત્રતા’ પણ ચર્ચાનો વિષય રહી છે. બાઇડન યુનાઇટેડ સ્ટેટ્‌સના વાઇસ પ્રેસિડેન્ટ હતા ત્યારે ૨૦૧૪માં મોદી અને તેમની મુલાકાત થઈ હતી.

અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી વખત મધ્યસ્થીની ભૂમિકા નિભાવી છે, પરંતુ બંને દેશો સ્પષ્ટપણે તેમની ભૂમિકા સ્વીકારતા નથી. યુનાઇટેડ સ્ટેટ્‌સ પાકિસ્તાનને એક મિત્ર તરીકે જુએ છે, પરંતુ ચીન સાથેની નિકટતા અને આતંકવાદીઓના આશ્રયને લીધે આ સંબંધ દિવસેને દિવસે નબળો પડી રહ્યો છે.

ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવા કહ્યું, પરંતુ ભારતે કડક વલણ અપાવતાની સાથે તેઓ પીછેહઠ કરી દીધા હતા. ટ્રમ્પે પાકિસ્તાનના નામે ઇસ્લામિક આતંકવાદની ઘણી વખત નિંદા કરી છે. જ્યારે બાઇડન રાષ્ટ્રપ્રમુખ બને તો તેઓ અમેરિકામાં લૂક એન્ડ ટેક એક્શનની પોલીસી પર કામ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.