Western Times News

Gujarati News

વડોદરામાં સફાઈ અભિયાન પૂર જોશમાં

અમદાવાદથી સફાઈ કામદારો અને આરોગ્ય વિભાગની ટીમો વડોદરા પહોંચી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, વડોદરા શહેરમાં ગંદકીને કારણે રોગચાળો ન પ્રસરે એ માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. વડોદરા મ્યુ. કોર્પોરેશને વડોદરામાં રોગચાળો ફેલાય નહિં તેની તકેદારી રાખવા સફાઈ કામગીરીમાં ઝડપ વધારી દીધી છે. આ ઉપરાંત રસ્તા રીપેર કરવા તેમજ ભૂવાઓ પૂરવા માટેની કામગીરી પર ચાલુ થઈ ગઈ છે.

અમદાવાદથી સફાઈ કામદારોની તથા આરોગ્ય વિભાગની ટીમોએ વડોદરા પહોંચી તુરત જ સફાઈ અભિયાન હાથ ધર્યુ છે. આરોગ્ય ટીમોએ પણ શહેરમાં રોગચાળો ન ફેલાય એ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ે પાણી ભરાવાના કારણે વડોદરાવાસીઓએ ૭ર કલાક સુધી જે મુશ્કેલી વેઠવી પડે તે મુશ્કલી કાદવ-કિચડ તથા ગંદકીને કારણે વેઠવી ન પડે એ માટે વડોદરાના સફાઈ અભિયાન યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યુ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.