Western Times News

Gujarati News

હત્યાના 55, હાથ-પગ તોડવાના 5 હજાર: યુવકે સોશિયલ મીડિયામાં ભાવનું લિસ્ટ મૂક્યું

મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જનપદમાં એક યુવકે હાથમાં પિસ્તોલ લઇને ફેસબુક પર કેટલાક ફોટો અપલોડ કર્યા છે. ફોટોની સાથે આ યુવકે ગુંડાઇનું ટેન્ડર પર સોશિયલ મીડિયામાં મૂક્યું છે. તેમાં તેણે કહ્યું છે કે પૈસા આપશો તો હું કોઇને પણ ધુલાઇ, મારપીટ, ધમકી અને હત્યા સુધી પણ કરવા તૈયાર છું. એટલું જ નહીં તેણે આનું આખું ભાવનું લિસ્ટ એટલે કે રેટ કાર્ડ પણ સોશિયલ મીડિયામાં મૂક્યું છે. રેટ લિસ્ટ વાયરલ થયા પછી પોલીસ પણ ચોંકી ગઇ છે. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

હાથમાં પિસ્તોલ પકડેલા આ યુવકની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેમાં તેણે 1 હજાર રૂપિયા ખાલી ધમકી આપવાના માંગ્યા છે. 5 હજાર કોઇની પણ સાથે મારપીટ કરવાના. 10 હજાર જે તે વ્યક્તિને ઇજાગ્રસ્ત કરવાના. અને સૌથી ચોંકવનારી વાત હત્યા માટે 55 હજાર રૂપિયાનો ભાવ તેણે રાખ્યો છે.

જનપદમાં સોશિયલ મીડિયામાં આ રીતે ગુંડાગર્દી અને હત્યા સુધીની વાતના ખુલ્લા ટેન્ડરનું આ લિસ્ટ હાલ વાયરલ થઇ રહ્યું છે. આવું આ પહેલા ક્યારેય નથી થયું. આના કારણે પોલીસે પણ આ પોસ્ટને આધાર બનાવીને તપાસ શરૂ કરી છે. કે ખબર તો પડે આ યુવક કોણ છે? આ તસવીરમાં પણ લખ્યું છે કે અમારી પાસે તમામ હથિયાર પણ છે. જે જોતા આ યુવક પાસેથી હથિયાર ક્યાંથી આવ્યા તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવક ચૌકડા ગામનો રહેનાર છે. અને તેણે જ સોશિયલ મીડિયામાં આ ભાવ કાર્ડનું લિસ્ટ મુક્યું છે. સોશિયલ મીડિયામાં હાલ આ યુવકની તસવીરો વાયરલ થઇ રહી છે.

આ તપાસ મામલે સીઓ સદર કુલદીપ કુમારે જણાવ્યું કે નેટ પર પિસ્તોલ સાથે ભડકાઉ પોસ્ટના મામલે જાણકારી મળી છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. અને જલ્દી જ પ્રશાસન આ મામલે કાર્યવાહી પણ કરશે. ફોટોમાં જે યુવક દેખાઇ રહ્યો છે તે પીઆડી જવાનનો પુત્ર છે. અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે નવાઇની વાત એ છે કે દેશમાં ગુનાહિત માનસિક કેટલી વધી છે તે આ ઘટનાઓ જણાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.