Western Times News

Gujarati News

પેન્શનના નામે બીક બતાવી ૧.૫૨ લાખ રૂપિયાની ઠગાઈ

Files Photo

અમદાવાદ: ઉંમર લાયક પુરૂષો અને મહિલાઓને કોઈ પણ બાબતનો ડર બતાવી અને તેમની સાથે છેતરપિંડીની ઘટનાઓ ઘટતી હોય છે, આ પ્રકારની જ એક ઘટના તાજેતરમાં અમદાવાદ શહેરમાં ઘટી છે,જેમાં મહિલાને પેંશનના નામે બીક બતાવી અને ગઠિયાઓ ૧.૫૨ લાખ રૂપિયાની ઠગાઈનો ભોગ બન્યા છે.

શહેરમાં ફરી એક વાર વૃદ્ધા પેંશ ન યોજનાના નામે ઠગાઈનો ભોગ બની છે. શાક માર્કેટમાં મળેલી અજાણી મહિલા વૃદ્ધાને રિક્ષામાં બેસાડી લઈ ગઈ અને રસ્તામાં અધિકારી દાગીના જોઈને પેંશન નહિ આપે તેમ જણાવી દાગીના સહિતની ૧.૫૨ લાખની મતા લઈ ફરાર થઈ ગઈ હતી.

વૃદ્ધા ને ઠગાઈ નો ભોગ બનતા તબિયત લથડી અને બાદમાં સાજા થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાપુનગરમાં રહેતા ૭૦ વર્ષીય ઉષાબહેન કડીયા ગત ઓકટોબર માસમાં તેમની પુત્રવધુ સાથે શાકમાર્કેટ ગયા હતા. તે દરમિયાન એક મહિલા તેમને મળી હતી. આ મહિલાએ પોતાનું આધારકાર્ડ બતાવ્યું હતું જેમાં સાયદા બીબી પઠાણ નામ લખ્યું હતું.

આ મહિલાએ ઉષાબહેનને જણાવ્યું કે તે વિધવા બહેનોને પેંશન અપાવવાનું કામ કરે છે. બાદમાં આ મહિલાએ ૧૦ હજાર મહિને પેંશન અપાવશે તેમ કહેતા ઉષાબહેન તે મહિલાના વિશ્વાસમાં આવી ગયા હતા. બાદમાં ઉષાબહેનને રિક્ષામાં બેસાડી રામેશ્વર મેન્ટલ બારી પાસે લઈ ગયા હતા. બાદમાં ઉષાબહેનને ત્યાં ઉભા રાખી આ મહિલા પરત આવી અને કહ્યું કે પેંશન પાસ થઈ ગયું છે.

બાદમાં ઉષાબહેનને બેસાડી રિક્ષામાં દિલ્હી દરવાજા પાસે લઈ ગયા હતા. ત્યાંથી વીએસ હોસ્પિટલ પાસે એસટી બસ સ્ટેન્ડ પાસે આ મહિલાએ ઉષાબહેનને ઉભા રાખી આ મહિલા ગઈ હતી. રસ્તામાં કહ્યું હતું કે તેમને પહેરેલા દાગીના ઉતારી દો નહિ તો અધિકારી પેંશન નહિ આપે. યુવતીની ફરિયાદઆ દાગીના મહિલાએ પોતે રાખી અને ગઈ હતી.

બાદમાં તે પરત જ ન આવતા ઉષાબહેન ઘરે ગયા અને પરિવારને જાણ કરી હતી. ઉષાબહેન સાથે થયેલી ઠગાઈને કારણે તેમને આઘાત લાગ્યો અને તેમને સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. બાદમાં સાજા થતા તેઓએ બાપુનગર પોલીસસ્ટેશન ખાતે જઇ ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.