Western Times News

Gujarati News

પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા 5મા સ્વ. સુરેશ બુચ મેમોરીયલ લેકચરનું આયોજન કરાયું

નવા યુગમાં પીઆર પ્રોફેશનલોએ ઈવોલ્વ થવાની તાતી જરૂરીયાત – શ્રી શ્યામ પારેખ -શ્રી શ્યામ પારેખ આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે હાજર રહીને કાર્યક્રમમાં “પીઆર અને જર્નાલિઝમ” પર વ્યકતવ્ય આપ્યું હતું.

અમદાવાદ, PRSI અમદાવાદ ચેપ્ટર, એક પીઆર અને કોર્પોરેટ કોમ્યુનિકેશન અને તેને સંલગ્ન ક્ષેત્રમાં જોડાયેલા એવા ખ્યાતનામ અને ઉભરતા પ્રોફેશનલ્સની સંસ્થા જે ક્ષેત્રના હિત અને લાભાર્થે ઘણા વર્ષોથી કાર્યરત છે તેને ગત શનિવાર તા. 7 નવેમ્બર, 2020ના રોજ જિતેન્દ્ર દેસાઈ મેમોરીયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ ખાતે 5મા સ્વ. શ્રી સુરેશ બુચ મમોરીયલ લેકચરનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમ ગુજરાતમાં પીઆરની વ્યાખ્યાને સુચીત કરનાર એવા સ્વ. શ્રી સુરેશ બુચની યાદમાં છેલ્લા પાંચ વર્ષથી યોજવામાં આવે છે એ જ પરંપરાને આગળ વધારતા આ વર્ષે પણ પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર દ્વારા કોરોના મહામારી વચ્ચે અનલોક 4ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને શ્રી શ્યામ પારેખના વ્યકતવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે શ્રી શ્યામ પારેખે ઉપસ્થિત મહાનુભાવો, વિશેષગણો, વિદ્યાર્થીઓ તથા ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં પીઆર અને જર્નાલિઝમ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પીઆર(પબ્લીક રિલેશન) અને જર્નાલિઝમમાં હવે ઈન્ટીગ્રેટ થવાની જરૂર છે.

આજના યુગમાં જ્યારે દુનિયા આખી ટેક્નોલોજી અને ઓનલાઈન તરફ વળી રહી છે ત્યારે જર્નાલીસ્ટ અને પીઆર પ્રોફેસનલ્સ માટે ઉભરતી નવી વ્યવસ્થાઓને સ્વિકારવું અત્યંત મહત્વનું બન્યું છે. નવા યુગમાં પીઆર પ્રોફેશનલો એ ઈવોલ્વ થવાની તાતી જરૂરીયાત છે તેની પર ભાર મૂકતા વધુમાં ઉમેર્યું હતું કે પીઆરમાં ખુબ જ તકો રહેલી છે તેમ ઉમેરતા કહ્યું હતું કે પીઆર માં થોડાક નવા ફેરફારોને સ્થાન આપીને ઉભરતી તકોને ઝડપવાનો શ્રેષ્ઠ સમય છે.

આ કાર્યક્રમમાં વિશષ ઉપસ્થિતિ પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના પુર્વ ચેરમેન શ્રી બી.એલ. યાદવ અને શ્રી વિપુલ શુકલા – પુર્વ પ્રમુખ સહિત શ્રી દિલીપ ચૌહાણ – નેશનલ સેક્રેટરી ટ્રેઝરર – પીઆરએસઆઈ, શ્રી ઉન્મેષ દિક્ષીત- નેશનલ વાઈસ પ્રેસીડેન્ટ – વેસ્ટ – પીઆરએસઆઈ, શ્રી આર કે. સીંઘ – ચેરમેન – પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર, શ્રી સુબોજીત સેન – સેક્રેટરી – પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર, શ્રી વિકી શાહ અને ડો.શશીકાંત ભગત – એક્ઝીક્યુટીવ મેમ્બર – પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર પણ હાજર રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.