Western Times News

Gujarati News

નવી લક્ઝુરીયસ સ્કૉડા સુપર્બને માસિક ભાડે મેળવી શકાશે

સ્કૉડા ઓટો ઇન્ડિયાએ ‘ક્લેવર લીઝ’ સવલત શરૂ કરી

*  સ્કૉડા ઓટો મોડેલ રેન્જ માટે માસિક ભાડું રૂ. 22,580થી શરૂ થશે અને તે પગારદાર વ્યક્તિઓ, કામ કરતા વ્યાવસાયિકો, એસએમઈ, કોર્પોરેટ સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના સાહસોની જરૂરીયાતોને પૂરી કરશે.

નવેમ્બર 2020:  સ્કૉડા ઓટો ઇન્ડિયાએ ક્લેવર લીઝ નામે ઓળખાતી નવીન અને સ્પર્ધાત્મક લીઝ સેવાઓનો પ્રારંભ કર્યો છે. પ્લેન, ડ્રાય અથવા વેટ લીઝ એમ વિસ્તૃત સાનુકૂળ સવલતો સાથે વ્યક્તિ શક્તિશાળી છતાં કાર્યક્ષમ સ્કૉડા રેપિડ ટીએસઆઈ તેમ જ નવી લક્ઝુરીયસ સ્કૉડા સુપર્બને 24, 36, 48, અને 60 મહિનાના કાર્યકાળ માટે માસિક ભાડે મેળવી શકે છે.

સ્કૉડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર, શ્રી ઝેક હોલિસે કહ્યું હતું કે, “વિશ્વભરમાં ઓટોમોટિવ ઉદ્યોગમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે અને અમારે પણ પરંપરાગત ઓટોમોબાઈલ ઉત્પાદકમાંથી મોબિલિટી સોલ્યુશન પાર્ટનરમાં વિકસિત થવું હિતાવહ છે. ગ્રાહક કેન્દ્રિત સંગઠન તરીકે, અદ્યતન પ્રોડક્ટ્સ હોય કે સેવાઓ હોય, સ્કૉડા ઓટો ઇન્ડિયામાં અમે અમારા સમજદાર ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને આવશ્યકતાઓને પૂરી કરવા માટે પ્રયત્નશીલ છીએ.

અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી થોડાં વર્ષોમાં લીઝિંગમાં અનેકગણી વૃદ્ધિ થશે અને ક્લેવર લીઝના નક્કર ફાયદા સાથે અમે એવી પેઢીની માંગને યોગ્ય રીતે પૂરી કરવાનો ઇરાદો રાખીએ છીએ કે જે માલીકી કરતાં સગવડતા પર વધારે ભાર મૂકે છે.”

ઓરિક્સ ઓટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સંદીપ ગંભીરે જણાવ્યું હતું કે, “સ્કૉડા ઓટો ઇન્ડિયા અને ઓરિક્સ ઇન્ડિયા ગ્રાહકોને શ્રેષ્ઠ સ્કૉડા ઓટો પ્રોડક્ટ્સને પોતાની માલિકીની બનાવવા અને ચલાવવા માટે નવીન યોજના બનાવવા તરફી કામ કરી રહ્યા છીએ. ‘ક્લેવર લીઝ’એ દિશામાં બીજી મોટી છલાંગ છે અને અમે એવી સવલત સર્જવામાં સ્કૉડા ઓટો ઇન્ડિયા સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ કે જે આ કાર્સ ચલાવવા ઇચ્છનારા ગ્રાહકો માટે સુગમતા અને સુવિધા વધારે છે. બંને ટીમોએ ગ્રાહકોને પસંદગી કરવા માટેના વિસ્તૃત વિકલ્પોનું સર્જન કરવા સાથે મળીને કામ કર્યું છે અને અમને વિશ્વાસ છે કે આ રોમાંચક વિકલ્પો ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષવામાં સફળ થશે અને શ્રેષ્ઠ વર્ગના સ્કૉડા ઓટો ઉત્પાદનોની માલિકી ધરાવવા અને ચલાવવાનો પરેશાનીથી મુક્ત અનુભવ પૂરો પાડશે.”

સ્કૉડા મોડેલની રેન્જ માટે માસિક ભાડાની રકમ રૂ. 22,580થી શરૂ થશે અને તે પગારદાર વ્યક્તિઓ, કામ કરતા વ્યાવસાયિકો, નાના અને મધ્યમ વ્યાવસાયિક સાહસો, કોર્પોરેટ સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના એકમો/ સાહસો એમ તમામ ક્ષેત્રોના રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરશે.

પ્રથમ તબક્કામાં, સ્કૉડા ઓટોની ભાડાની સવલત ખાસ કરીને આઠ મહાનગરો, જેવા કે: દિલ્હી, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના ગ્રાહકોને ખાસ રૂપે ઓફર કરવામાં આવશે ત્યારબાદના તબક્કામાં ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટના ભાગરૂપે દેશભરમાં શરૂ કરવામાં આવશે.

સ્કૉડા ક્લેવર લીઝ પ્રોગ્રામ માર્ગ વેરો, વીમો, બ્રેકડાઉનમાં મદદ, આકસ્મિક સમારકામ, શરૂથી અંત સુધીની જાળવણી, ટાયર અને બેટરીની સમયસર બદલી અને વાહનની બદલી જેવા અનેક લાભો અને સેવાઓને આવરી લે છે: અનુકૂળ પડે એ રીતની સેવાઓ, સબ્સ્ક્રિપ્શન આધારિત પેમેન્ટ મોડેલ્સ, શૂન્ય ડાઉન પેમેન્ટ અને અનિયંત્રિત અને અસંગઠિત રીસેલ માર્કેટને સંપૂર્ણ રીતે ટાળવા સાથે લીઝિંગ એ એક સિમ્પલી ક્લેવર મોબિલિટી સોલ્યુશન અને કારની માલિકી ધરાવવા સામેનો એક વ્યવહારુ વિકલ્પ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.