Western Times News

Gujarati News

કેબિનેટ બેઠકમાં બધા મંત્રીઓએ પીએમ મોદીને શુભેચ્છા આપી

નવી દિલ્હીઃ બિહાર ચૂંટણીમાં જીતથી ભાજપ ગદગદ છે. પાર્ટી આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપી રહી છે. આજે કેબિનેટની બેઠકમાં બધા મંત્રીઓએ પ્રધાનમંત્રી મોદીને બિહારમાં પાર્ટીની જીત માટે શુભેચ્છા આપી અને તેમનો આભાર માન્યો. સૂત્રોએ જણાવ્યું કે બધા મંત્રી વર્ચ્યુઅલ કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીને કહ્યુ કે, બિહારની જીત તેમના વિઝન અને તેમને જનતાથી પ્રાપ્ત સમર્થનને કારણે સંભવ થઈ છે.

એક ઉચ્ચસ્તરીય સૂત્રએ કહ્યુ કે, મંત્રીઓની પહેલથઈ કેબિનેટની બેઠકનો માહોલ ખુબ સુખદ થઈ ગયો. તેમણે કહ્યું, શુભેચ્છા આપવામાં આવી રહી હતી તો પીએમ પણ હસી રહ્યા હતા. તેઓ ખુબ ખુશ દેખાતા હતા. એક અન્ય સૂત્રએ કહ્યુ, શું તે ખુશ ન થાય? ખુશ થવાના બધા કારણ હતા. જીત આસાન નહતી અને તેમના કરિશ્માએ જ પાર્ટી અને એનડીએના ખાતામાં ખુશી અપાવી.

પ્રધાનમંત્રી મોદી બિહાર ચૂંટણીમાં એનડીએના મુખ્ય પ્રચારક હતા. તેમણે 12 રેલીઓ કરી હતી. પાર્ટી નેતાઓનું કહેવું છે કે છેલ્લા છ વર્ષમાં મોદી સરકારે ગરીબ તથા વંચિત વર્ગના સશક્તિકરણની દિશામાં જે પગલા ભર્યા, તેનાથી તેમના માટે એક નવો મતદાતા વર્ગ તૈયાર થઈ ગયો છે.

ભાજપે 243 સીટો વાળી બિહાર વિધાનસભા ચૂંટણીમાં 74 બેઠકો જીતી છે. તેમણે 110 સીટો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. તો સહયોગી જેડીયૂએ 115 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા અને તેને 43 સીટ પર જીત મળી છે. વિરોધી મહાગઠબંધનની મુખ્ય પાર્ટી આરજેડી 75 સીટોની સાથે બિહારની સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી. પરંતુ મહાગઠબંધન સરકાર બનાવવાના જાદૂઈ આંકડા (122 સીટ)થી પાછળ રહી ગઈ અને તેના ખાતામાં 110 સીટ આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.