Western Times News

Gujarati News

IPLની આગામી સિઝનમાં નવી ટીમનો સમાવેશ થવાની શક્યતા

File

મુંબઈ, IPL 2020નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નામે કર્યો છે અને આ સાથે જ કોરોનાકાળ વચ્ચે BCCIએ સુરક્ષિત રીતે IPLનું આયોજન કરવામાં સફળ રહી છે. હવે BCCIની નજર આગામી  વર્ષે યોજાનારા IPLને સફળ બનાવવા પર છે.

આ વચ્ચે એવી વિગતો સામે આવી રહી છે કે IPLની આગામી સિઝનમાં 8ની જગ્યાએ 9 ટીમો રમાડવાનો વિચાર કરી રહી છે. જો IPL-2021માં વધું એક ટીમ જોડાશે તો આ વખતે મોટી ઓક્શન જોવા મળી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI આગામી વર્ષે IPLમાં એક નવી ટીમ રમાડવા વિશે વિચાર કરી રહી છે અને આ ટીમ ગુજરાતની હોય શકે છે. જો આવું થશે તો IPLની મોટી ઓક્શનમાં અન્ય ફ્રેન્ચાઈઝિના ખેલાડીઓમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. સામાન્ય રીતે IPLની ઓક્શન ડિસેમ્બરમાં યોજાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ઓક્શન 2021ની શરૂઆતમાં યોજાશે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હાલમાં જ એલાન કર્યું હતું કે તે IPLની આગામી સિઝન ભારતમાં યોજવાનો પુરો પ્રયાસ કરશે પરંતુ સાથે જ તેમણે તે પણ સ્પષ્ટ કર્યું કે જો તે એવું કરવામાં અસમર્થ રહેશે તો UAE તેમનો બેકઅપ વિકલ્પ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.