Western Times News

Gujarati News

ઓપરેશન બાદ ગર્ભવતી મહિલાનું મોત: અંતિમસંસ્કાર બાદ અસ્થી ભેગી કરતા સમયે રાખમાંથી કાતર મળી

પંજાબઃ પંજાબના મોગાના સરકારી હોસ્પિટલમાં એક મહિલાની ભોંયતળિયે થયેલી પ્રસૂતિની તપાસ હજી સધી ચાલી રહી છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર બેદરકારીનો કિસ્સો પણ સામે આવ્યો છે. ડોક્ટરોની બેદરકારીના કારણે ગામની એક ગર્ભવતી મહિલાના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

બીજી તરફ આ સંબંધી પરિવારની ફરિયાદ આધારે પોલીસે હોસ્પિલના સિનિયર મેડિકલ ઓફિસરને પત્ર લખીને રિપોર્ટ માંગ્યો છે. મૃતકના પરિવારનો આરોપ છે કે મહિલાનું મોત સરકારી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીથી થયું છે. જેના કારણે પરિવારજનોએ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અસ્થિ માંથી કાતર મળી છે જેને પોલીસે જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા સિનિયર મેડિકલ અધિકારીને એક પત્ર લખીને આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગી છે.
સરકારી હોસ્પિટલના ડોક્ટર સિમરત કૌર ખોસાએ જણાવ્યું કે યુવતી તેમની પાસે 6 તારીખે આવી હતી. રવિવાર સવારે તેને શ્વાસ લેવામાં તકલિફ પડી રહી હતી. જેના પગલે તેને ફરીદકોટા રિફર કરી દીધી હતી. તેમણે જણાવ્યું કે ત્યાં તેનું મોત થયું હશે. તેમણે ડોક્ટર સાથે વાત કરી હતી.
ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેનું આખું પેટ ખોલીને ચેક કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો તેમણે જોયો હતો. જે કાતર અસ્થીમાંથી મળી છે તે સરકારી હોસ્પિટલમાં આવતા સ્ટોકમાં આવતી નથી. જેની તપાસ થવી જોઈએ.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.