Western Times News

Gujarati News

વ્હોટ્સએપે ભારતમાં પેમેન્ટ ફીચર લોન્ચ કર્યુ

વ્હોટ્સએપે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે ભારતભરના લોકો હવે વ્હોટ્સએપ પર નાણાં મોકલી શકવા સક્ષમ બનશે. આ સુરક્ષિત પેમેન્ટ અનુભવ નાણાં મોકલવાની ક્રિયાને 2 કરોડ ભારતીયો સુધી સંદેશો મોકલવા જેટલો જ સરળ રહેશે. લોકો હવે તેમના મિત્રો, પરિવાર અથવા અન્યોને રૂબરુમાં રોકડની હેરફેર કર્યા વિના અથવા સ્તાનિક બેન્કમાં ગયા વિના નાણાં મોકલી શકશે.

વ્હોટ્સએપે આ પેમેન્ટ ફીચર નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) સાથે ભારતની સૌપ્રથમ રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ અને 160થી વધુ સમર્થિત બેન્કોથી વધુ વ્યવહારોને કરવામાં સહાય કરતી એવી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)નો ઉપયોગ કરીને તૈયાર કર્યુ છે,

આ લોન્ચ સાથે, વ્હોટ્સએપ નાણાંકીય સમાવેશીતાની દેશની અગ્રિમતામાં યોગદાન આપવા માટે આ તક વિશે ઉત્સુક છે.

વ્હોટ્સએપ પર પેમેન્ટસનું કેવી રીતે સેટ અપ કરશો: 

પેમેન્ટ ફીચર iOS અને એન્ડ્રોઇડ પર વ્હોટ્સએપના તાજેતરના વર્શનમાં આપોઆપ જ પ્લેટફોર્મ દ્વારા જેમ અન્ય કોઇ નવું ફીચર રજૂ કરવામાં આવે છે તે રીતે દેખાશે.

·         શરૂ કરવા માટે, તમારે જે વ્યક્તિને નાણાં મોકલવા હોય તેની સાથેની ચેટ ખોલો અને જેમ તમે કોઇ ઇમેજ, ડોક્યુમેન્ટ કે કોન્ટેક્ટ મોકલો છો તેમ ‘એટેચ’ (+) પર ટેપ કરો.

·         ત્યાર બાદ ‘પેમેન્ટ’ પસંદ કરો

·         તમારા કાર્ડની ચકાસણી કરવા માટે ડેબિટ કાર્ડની વિગતો ભરો અને

·         તમારો અંગત UPI PIN સેટ કરો

·         ‘OK’ પર ટેપ કરો અને તમે સત્તાવાર રીતે સેટ અપ થઇ જશો

વ્હોટ્સએપ પર નાણાં કેવી રીતે મોકલવા:વ્હોટ્સએપ પર નાણાં મોકલવા સંદેશા મોકલવા જેટલું જ સરળ છે – તે અંતરાય મુક્ત અને તેમાં અલગથી વોલેટ કે નવી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

·         તમારે જે વ્યક્તિને નાણાં મોકલવા હોય તેની સાથેની ચેટ ખોલો અને જેમ તમે કોઇ ઇમેજ, ડોક્યુમેન્ટ કે કોન્ટેક્ટ મોકલો છો તેમ ‘એટેચ’ (+) પર ટેપ કરો અને તે રીતે શરૂ કરો.

·         ત્યાર બાદ ‘પેમેન્ટ’ પસંદ કરો

·         રકમ દાખલ કરો

·         સંદેશો મોકલવાનું વૈકલ્પિક છે અને તમારા પેમેન્ટના હેતુ પર સરળ રીતે નજર રાખવામાં મદદ કરે છે

·         ત્યાર બાદ, તમારા અંગત UPI PIN સાથે તમારા વ્યવહારની ચકાસણી કરો અને તમારુ કાર્ય પૂર્ણ થશે!

ભારતમાં વ્હોટ્સએપ પર નાણાં મોકલવા માટે ભારતમાં બેન્ક એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. વ્હોટ્સએપ બેન્કને સુચના મોકલે છે, જેને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મોકલનાર અને મેળવનાર બેન્ક ખાતા વચ્ચે UPI દ્વારા નાણાંની તબદિલી શરૂ કરે છે.

વ્હોટ્સએપ પર દરેક ફીચર્સની જેમ, પેમેન્ટ સુરક્ષા અને ગોપનીયતાના સિદ્ધાંતોના મજબૂત સેટ સાથે પેમેન્ટ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક પેમેન્ટ માટે અંગત UPIPIN દાખલ કરવાનો સમાવેશ થાય છે. પેમેન્ટ્સ હાલમાં વ્હોટ્સએપની દશ ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં હાલમાં ઉપલબ્ધ છે.તમારી પાસે UPIને ટેકો આપતુ ડેબિટ કાર્ડ હોવું જોઇએ અને તમે તે સીધી રીતે જ સેટ અપ કરી શકો છો. તે તમને વ્હોટ્સએપના તાજેતરના વર્શનમાં શોધી શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.