Western Times News

Gujarati News

ટાઇટનએ તહેવારની સિઝન માટે 18 કેરેટ સોલિડ ગોલ્ડ વોચનું કલેક્શન આશ્વિ પ્રસ્તુત કર્યું

ટાઇટન હાઉસમાંથી પ્રસ્તુત ભારતની પ્રથમ સોલિડ ગોલ્ડ વોચ બ્રાન્ડ નેબ્યુલાએ તહેવારની આગામી સિઝન માટે એક એક્સક્લૂઝિવ કલેક્શન ‘આશ્વી’ની જાહેરાત કરી છે. આ કલેક્શનમાં 18 કેરેટની સોલિડ ગોલ્ડ વોચની રેન્જ સામેલ છે, જેને ઘડિયાળ બનાવવાની કુશળતા અને ભારતીય જ્વેલરીમાં ઉપયોગ થતી ટેકનોલોજીનાં સમન્વયનો ઉપયોગ થયો છે. કલેક્શનમાં ગોળ મોદીઓ અને પ્રિન્સેસ કટ ડાયમન્ડ સાથે સજાવેલા બ્રેસલેટ ધરાવતી 3 સુંદર અને બારીક રીતે તૈયાર કરેલી વોચ સામેલ છે.

આ કલેક્શન વોચ અતિ બારીક ડિઝાઇન ધરાવતા ત્રણ બ્રેસલેટ ધરાવે છે – સોનાની સુંદર રચનામાં મુક્ત મોતીઓ સાથે આકર્ષક બ્રેસલેટ, 30 પ્રિન્સેસ કટ ડાયમન્ડ સાથે સુંદર વાયર્ડ બ્રેસલેટનો સેટ અને ઘાટા ગુલાબીથી વ્હાઇટ સુધી સુંદર રત્નો સાથે સુશોભિત ભવ્ય રોઝ ગોલ્ડ બ્રેસલેટ. આ સુંદર રીતે બનાવેલી વિવિધ વોચની પેર ભારતીય પ્રસંગે ધારણ કરવા માટે પરફેક્ટ છે તથા તહેવારમાં ધારણ કરવા માટે પરફેક્ટ વધારો છે, જે એને સિઝન માટે આદર્શ ભેટ બનાવે છે.

આ કલેક્શન પ્રસ્તુત કરતાં ટાઇટન કંપની લિમિટેડના ટાઇટન વોચિસના માર્કેટિંગ હેડ શ્રી સિરિશ ચંદ્રશેકરે કહ્યું હતું કે, “વર્ષોથી નેબ્યુલા બ્રાન્ડ એવું નામ બની ગઈ છે, જે કારીગરી અને સુંદર વોચમેકિંગગગમાં ટાઇટનની શ્રેષ્ઠ વોચ ઓફર કરે છે. અમને તહેવારની સિઝન માટે આશ્વી કલેક્શન પ્રસ્તુત કરવાની ખુશી છે. આ કલેક્શન ઘડિયાળોની દુનિયામાં જ્વેલરી માટે વિશિષ્ટ ટેકનિકને લાવે છે અને એની સુંદરતામાં વધારો કરે છે.”

રૂ. 1.7 લાખની કિંમતથી શરૂ થતું આ આશ્વી કલેક્શન ઉપલબ્ધ છે. આ કલેક્શન વર્લ્ડ ઓફ ટાઇટન સ્ટોર્સ અને બ્રાન્ડની વેબસાઇટ Titan.co.in પર ઉપલબ્ધ થશે.

તહેવારની આ સિઝનમાં નેબ્યુલા 21મી નવેમ્બર સુધી વોચની વિવિધ રેન્જ પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે છે અને સોનાના વર્તમાન દર પર નેબ્યુલાના હાલના માલિકો માટે સુનિશ્ચિત બાયબેક ઓફર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.