Western Times News

Gujarati News

હોન્ડાએ 20 દિવસમાં 1000 H’ness-CB350ની ડિલિવરી કરી!

ગુરુગ્રામ,  ગ્રાહકોનો સૌથી વધુ ભરોસો હાંસલ કરવાની સફળતાની ઉજવણી કરવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એચએમએસઆઈ)એ આજે H’ness- CB350ની ડિલિવરી શરૂ થયા પછી અત્યાર સુધી 20 દિવસનાં ટૂંકા ગાળામાં 1000 ગ્રાહકને ડિલિવરી પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી હતી. આટલા ટૂંકા ગાળામાં H’ness- CB350 અંગે જાણકારી, પ્રશંસા અને માગ મહાનગરોથી લઈને ટિઅર 1 અને 2 શહેરોમાં પ્રસરી ગઈ છે.

મિડ-સાઇઝ 350થી 500 સીસીના મોટરસાયકલ સેગમેન્ટમાં ભવ્ય પ્રવેશ કરીને હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ સપ્ટેમ્બર મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડ ન્યૂ H’ness- CB350ને બજારમાં મૂક્યું હતું. CB DNAના હાર્દ સાથે બનાવવામાં આવેલ H’ness CB350 માર્ગો પર સ્પોર્ટ્સ સવારીને વધુ ઊંચા સ્તરે લઈ જશે, જે 9 નવી પેટન્ટ એપ્લિકેશન અને 5 સેગમેન્ટમાં પ્રથમ ખાસિયતો ધરાવે છે. H’ness CB350 બે વેરિઅન્ટ – DLX અને DLX પ્રોમાં ઉપલબ્ધ છે તથા દરેક વેરિઅન્ટ ત્રણ કલરનો વિકલ્પ ધરાવે છે.

બ્રાન્ડ હોન્ડા પર ભરોસો મૂકનાર ગ્રાહકોનો આભાર માનીને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “અમને H’ness- CB350 માટે અમારી અપેક્ષાથી વધારે પ્રેમ અને પ્રશંસા મળી છે. 18 વર્ષથી 70 વર્ષ સુધી એમ વિવિધ વયજૂથના ગ્રાહકોએ H’ness- CB350ને પ્રથમ પસંદગી બનાવી દીધું છે. અમને ગર્વ છે કે, અમારા મર્યાદિત બિગવિંગ નેટવર્ક સાથે પણ અમે આટલા ટૂંકા ગાળામાં 1000 ગ્રાહકને ડિલિવરી કરવાની સફળતા હાંસલ કરી શક્યાં છીએ. આ જબરદસ્ત પ્રાથમિક પ્રતિસાદ જોઈને અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા અમે હોન્ડા બિગવિંગ નેટવર્કના ઝડપી વિસ્તરણ માટેની અમારી યોજના પર પુનર્વિચાર કરી રહ્યાં છીએ.”

હોન્ડાની તહેવારની વિશેષ ઓફર સાથે ગ્રાહકનો જબરદસ્ત ભરોસાની ઉજવણી, તહેવારની ખરીદીનો રંગ વધારવા હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ એની પાર્ટનર ICICI બેંક સાથે અત્યાર સુધીનો તહેવારની સૌથી મોટી ખુશી પ્રસ્તુત કરી છે. H’ness-CB350ના ગ્રાહકોને હવે રિટેલ ધિરાણ પર લાભદાયક સોદો કરવાની તક મળશે.

મર્યાદિત ગાળા માટે ગ્રાહકો હવે વ્હિકલની ઓન-રોડ કિંમતના 100 ટકા સુધીનાં ધિરાણનો લાભ મેળવી શકે છે. તમારું મનપસંદ H’ness-CB350 ખરીદવા સૌથી મોટી પ્રેરણા સેગમેન્ટમાં 5.6 ટકાના શ્રેષ્ઠ વ્યાજદર* છે, જે બજારમાં પ્રવર્તમાન દરથી લગભગ અડધા છે. ગ્રાહકો  રૂ. 4,999ના ઇએમઆઈનો આકર્ષક વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

હવે ગ્રાહકો હોન્ડાના બિગવિંગ વેબસાઇટ પરથી પણ H’ness-CB350નું બુકિંગ કરાવી શકે છે. વધારે વિગત મેળવવા માટે ગ્રાહકો 9958223388 પર ‘મિસ્ડ કોલ’ કરીને વિગતવાર પૂછપરછ કરી શકે છે અથવા www.HondaBigWing.inની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.