Western Times News

Gujarati News

ચીને એક વધુ ચાલ ચાલી: ડોકલામની પાસે ગામ વસાવ્યું

નવીદિલ્હી, ભારત અને ચીનની વચ્ચે તનાવ એકવાર ફરી વધવાની આશંકા છે સુત્રોના જણાવ્યા અનુસાર ચીને સિક્કમમાં ભારતીય સીમાની નજીક એક ગામ વસાવ્યું છે. આ ગામ પડોસી દેશ ભુતાનના વિસ્તારમાં બે કિલોમીટર અંદર છે અને ડોકલામની તે પોઇન્ટની બિલકુલ નજીક છે જયાં ૨૦૧૭ દરમિયાન ભારત અને ચીનની સેનાઓ આમને સામને આવી ગઇ હતી અને બંન્ને દેશોની વચ્ચે તનાવ વધી ગયો હતો.આ ખુલાસે તે સમયે થયો જયારે ચીનના એક વરિષ્ઠ પત્રકારે ટ્‌વીટના માધ્યમથી પોતાના દેશના વિકાસની બાબતમાં માહિતી આપી હતી. જાે કે વિવાદ વધતા ચીનના પત્રકારે પોતાનું ટ્‌વીટ ડિલીટ કરી દીધુ હતું.

એ યાદ રહે કે ચીનની સીજીટીએન ન્યુઝમાં વરિષ્ઠ પ્રોડયુસર શેન સિવેઇએ કેટલાક ટ્‌વીટ કર્યા તેમાં તેમણે એક ગામની તસવીર સંયુકત કરી હતી શેને પોતાના ટ્‌વીટમાં કહ્યું કે આ ડોકલામનો વિસ્તાર છે આ ગામનું નામ પાંગડા રાખવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર આ ગામ ડોકલામના તે પોઇન્ટની માત્ર નવ કિમી દુર છે.જયાં ૨૦૧૭ દરમિયાન ભારતીય અને ચીની સેનાઓ આમને સામને આવી ગઇ હતી. એ યાદ રહે કે ચીની પત્રકારે પાંગડા ગામનો નકશો પણ પોસ્ટ કર્યો હતો જેમાં ગામ ભુતાનની સીમાની બે કિમી અંદર બતાવાયું રિપોર્ટનું માનવામાં આવે તો એ હજુ સ્પષ્ટ નથી કે ભુતાને ચીનને આ ગામ વસાવવા માટે મંજુરી આપી હતી કે નહીં હકીકતમાં ડોકલામ ભુતાનનો વિસ્તાર છે તેના પર ચીન પોતાનો દાવો કરે છે જયારે ભારતથી આ જાેડાયેલ હોવાથી પણ તે આ વિવાદનો એક પક્ષકાર છે ભારત ભુતાનના સમર્થનમાં ઉભુ છે.

આ મામલામાં ઓપન ઇટેલિજેંસ સોર્સ ડેટ્રાસ્ફો પણ એક તસવીર સંયુકત કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાંગડા ગામ કેટલાક સમય પહેલા જ વસાવાયુ છે જયારે રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીને ગત વર્ષ એટલે કે ૨૦૧૯માં જ અહીં નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું.  ડોકલામની પાસે ચીન દ્વારા ગામ વસાવવાની માહિતી મળવાથી ભારતની પરેશાની વધી શકે છે હકીકતમાં બંન્ને દેશો વચ્ચે ખુબ સમયથી લદ્દાખ સીમા પર તનાવ ચાલી રહ્યો છે આવામાં ડોકલામની નજીક આ ગામના વસવાની માહિતી મળ્યા બાદ લદ્દાખમાં તનાવ વધુ વધી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.