Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના કુલ કેસ 90 લાખને પાર, અમેરિકા બાદ બીજો દેશ બન્યો

Files Photo

નવી દિલ્હી, અમેરિકા બાદ ભારત એવો બીજો દેશ બની ગયો છે જ્યાં કોરોનાના 90 લાખથી વધારે કેસ થઈ ચુક્યા છે.જોકે ભારત માટે રાહતની વાત એ છે કે, 80 લાખથી 90 લાખ સુધી પહોંચવામાં ભારતને 22 દિવસ લાગ્યા છે.

જે બતાવે છે કે, છેલ્લા સપ્તાહમાં સંક્રમણ ઓછુ છે.જોકે હવે કોરોનાની બીજી લહેર ચાલુ થઈ ગઈ છે ત્યારે કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવી શકે છે.ગુરુવારે ભારતમાં બીજા 45000 નવા કેસ સામે આવ્યા બાદ આંકડો હવે 90.04 લાખ પર પહોંચી ચુક્યો છે.

જ્યારે કોરોનાથી ભારતમાં અત્યાર સુધીમાં 1.32 લાખ મોત થયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં 584 લોકોએ જીવ ગુમાવ્યા છે.હાલમાં કોરોનાના આખા દેશમાં 4.43 લાખ એક્ટિવ કેસ છે.છેલ્લા 24 કલાકમાં 44807 લોકોને હોસ્પિટલમાંથઈ રજા અપાઈ છે.

જોકે કેસ ઓછા થવા પાછળનુ એક કારણ ટેસ્ટિંગમાં થઈ રહેલો ઘટાડો પણ છે.ભારતમાં સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં કોરોના પીક પર પહોંચ્યો હતો અને એ પછી તેનો પ્રકોપ ઘટયો હોવાનુ આંકડા કહી રહ્યા છે.સપ્ટેમ્બર મહિનામં માત્ર 11 દિવસમાં કોરોનાના કેસ 40 લાખથી 50 લાખ પર પહોંચી ગયા હતા.

ભારતમાં નવેમ્બર મહિનામાં 8.2 લાખ નવા કેસ સામે આવ્યા છે.જ્યારે અમેરિકામાં આ મહિને જ 25 લાખ નવા કેસ નોંધાયા છે.ફ્રાંસ 7.3 લાખ કેસ સાથે દુનિયામાં ત્રીજા નંબરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.