Western Times News

Gujarati News

ટૂંકા વસ્ત્ર પહેરીને બીભત્સ ઈશારા કરનાર સામે ફરિયાદ

અમદાવાદ: સાબરમતીમાં રહેતી ૩૮ વર્ષીય મહિલાએ તેના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ એવો આક્ષેપ કર્યો છે કે, તેની પાડોશમાં રહેતાં શખશે તેની સાથે છેડતી કરી હતી. આ શખ્સ અવારનવાર મોબાઇલ ફોન પર વાત કરવાના બહાને ઘરમાંથી બહાર આવતો હતો અને ત્યારે આ મહિલાને જોઈને ઈશારા કરતો હતો. આટલું જ નહીં અવારનવાર ટૂંકા કપડાં પહેરીને બહાર આવતો હતો અને બાદમાં મહિલાને ગંદા ઈશારા પણ કરતો હતો. અગાઉ જ્યારે બે વાર પોલીસ ફરિયાદ કરવા મહિલા ગઈ હતી

ત્યારે સમાધાન થયું હતું. પરંતુ ફરી એક વખત આ શખશે આ હરકત કરતાં મહિલાએ કંટાળીને સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ૩૮ વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેના પતિ ટ્રક ચલાવતો હોવાના કારણે ઘણીવાર બહારગામ રહેવાનું થાય છે.

આ મહિલાને સંતાનમાં બે દીકરા તથા એક દીકરી છે. ૩૮ વર્ષીય મહિલા એ પોલીસને ફરિયાદ આપી છે કે, છેલ્લા દોઢેક વર્ષથી તેમની પાડોશમાં રહેતો પ્રશાંત નામનો યુવક અવારનવાર તેની ઉપર ગંદી નજર રાખી તેની સામે જોઈ ને ઇશારા કરી ચેનચાળા કરી છેડતી કરે છે. આ મહિલાએ અગાઉ પણ બે વાર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જોકે આરોપી મહિલાની સામે જ રહેતો હોવાથી તેને તે બાબતે સમાધાન કર્યું હતું.

તેમ છતાં પણ આ પ્રશાંત નામનો શખ્શ સુધર્યો નહોતો અને તે મોબાઈલ ફોન ઉપર ઘરની બહાર આવી વાતો કરવાના બહાને આ મહિલાને જોઈને ગંદા ઈશારા કરતો હતો. આટલું જ નહીં આ શખશ ટૂંકા કપડાં પહેરી મહિલાની સામે જોઈને તેની બોડી બતાવતો હતો. આ પ્રકારે અવારનવાર છેડતી કરતા મહિલાએ તેના પતિને સમગ્ર કહાની જણાવી હતી. જેથી મહિલાએ તેના પતિ સાથે વાત કર્યા બાદ પોલીસ ફરિયાદ કરવાનો ર્નિણય કરતાં તેણે સાબરમતી પોલીસને આ અંગે જાણ કરતાં સાબરમતી પોલીસે પ્રશાંત નામના શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.