Western Times News

Gujarati News

ખેડૂત વિરોધી કાયદાને ખતમ કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવવા માગ

સરકાર સાતેની પ્રથમ બેઠક નિષ્ફળ રહ્યા બાદ ૫ ડિસેમ્બરથી સમગ્ર દેશમાં પ્રદર્શનની ચીમકી, ટ્રાન્સપોર્ટર્સનું પણ ખેડૂતોના સમર્થનમાં હડતાળનું એલાન

નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું આંદોલન બુધવારે ૭માં દિવસે પણ યથાવત છે. ખેડૂતોએ સાંજે લગભગ સવા પાંચ વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરી. ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે સરકાર કાયદાને ખતમ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે. તેઓએ કહ્યું કે ૫ ડિસેમ્બરે મોદી સરકાર અને કોર્પોરેટ વિરૂદ્ધ સમગ્ર દેશમાં પ્રદર્શન કરવામાં આવશે.

ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ સ્વરાજ સિંહે કહ્યું કે, ‘અમે રસ્તા પર નથી બેઠા. પ્રશાસને બેરિકેડ્‌સ અને જવાનોને ઊભા રાખીને અમારો રસ્તો રોક્યો છે અને તેથી અમે અહીં રોકાય ગયા છીએ. અમને આ જગ્યા અસ્થાયી જેલ જેવી લાગે છે અને અમને રોકવાની વાત ધરપકડ જેવી છે. અમે જેવા જ અહીંથી છૂટીશું કે સીધા જ દિલ્હી જશું.’

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલે, મંગળવારે ખેડૂતોને મનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા, જેઓ આજે ગૃહ મંત્રી અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બંને મંત્રીઓએ મંગળવારે ખેડૂતો સાથે થયેલી વાતચીતની અપડેટ શાહને આપી.

મંગળવારે સરકારની સાથે ૩૫ ખેડૂત સંગઠનની ૩ કલાક ચાલેલી વાતચીત કોઈ પણ જાતના પરિણામ વગરની રહી. મીટિંગમાં સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ઉપરાંત રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણીજ્ય રાજ્ય મંત્રી સોમપ્રકાશ હાજર રહ્યાં હતા. મીટિંગમાં સરકાર કાયદા પર પ્રેઝન્ટેશન દેખાડીને ફાયદાઓ ગણાવતી રહી, પરંતુ ખેડૂતો ત્રણેય કાયદાને પાછા ખેંચવાની વાત પર જ અડગ રહ્યાં હતા. તેઓએ એટલે સુધી કહી દીધું કે અમે કંઈક તો પ્રાપ્ત કરીશું, તે પછી ભલે જ ગોળી હોય કે શાંતિપૂર્ણ ઉકેલ. ખેડૂતોએ કૃષિ કાયદાને ડેથ વોરંટ ગણાવ્યું.

ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટ યૂનિયન એ આગામી ૮ ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાળનું એલાન કર્યુ હતું. આશરે એક કરોડ માલવાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ સંભાળી રહેલા સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બોડી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ-એઆઈએમટીસીએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યુ હતું અને ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશભરમાં જરુરી વસ્તુઓની અવર-જવર પર રોક લગાવતી હડતાળનું એલાન કર્યુ હતું.
એઆઈએમટીસીના અધ્યક્ષ કુલતારન સિંહ અટવાલનું કહેવુ હતું કે જો સરકાર આંદોલનકારી ખેડૂતોની માંગોને નહીં માને તો અમે સમગ્ર ભારતને ચક્કાજામ કરીશું. છૈંસ્‌ઝ્રનું કહેવુ હતું કે ખેડૂતો તેમના કાયદેસરના અધિકારો માટે લડી રહ્યા છે.

ભારતના પરિવહન ક્ષેત્રની માફક, કૃષિ ક્ષેત્ર પણ દેશની જીવનદોરી છે. દેશના ૭૦ ટકા ગામડાઓ ખેતી પર ર્નિભર છે. ખેડૂતોના આંદોલનથી સંપૂર્ણ ઉત્તર ભારત અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરથી આવતા હજારો ટ્રકો પ્રભાવિત થયા.

છે અમે એમનુ સમર્થન કરીએ છીએ કારણ કે ૬૫ ટકા ટ્રક ખેતી સાથે જોડાયેલી ચીજોના ટ્રાન્સપોર્ટમાં છે.
દરમિયાનમાં કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સંપૂર્ણ સમર્થન છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલે બુધવારે પંજાબ ના મુખ્યમંત્રી પર જોરદાર નિશાન સાધ્યું છે. કેજરીવાલે કહ્યું કે, કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ એકબીજા સાથે મળીને દિલ્હીમાં ત્રણેય કાળા કાયદા લાગુ કરવાનો આમ આદમી પાર્ટી પર જૂઠો આરોપ લગાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પર ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું- કેપ્ટન સાહેબ આવા ખરાબ સમયમાં પણ રાજકારણ કરી રહ્યા છે.

કેજરીવાલે આરોપ લગાવ્યો કે, દિલ્હી સરકારે સ્ટેડિયમને જેલ બનાવવાની ના પાડી અને આખી યોજના નિષ્ફળ કરી દીધી. ખેડૂતોને કેદ કરવાની યોજના નિષ્ફળ જતા ભાજપ અને કેપ્ટને કેજરીવાલ સરકારને બદનામ કરવાની યોજના ઘડી છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે કેજરીવાલ સરકાર પર કાળા કાયદા પાસ કરવાનો ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે કેપ્ટન અમરિંદર અને અકાલી દળે ત્રણેય કાળા કાયદા પસાર કરવામાં મોદીને ટેકો આપ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સ્ટેડિયમને જેલ તરીકે વાપરવાની પરવાનગી ના આપવા બદલ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર મારાથી નારાજ છે. કેજરીવાલે કહ્યું કે, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પાસે કૃષિ કાયદાઓને રોકવાની ઘણી તકો હતી પરંતુ તેમણે તેવું કર્યું નહીં. કેજરીવાલે અમરિંદર સિંહ પર સીધો હુમલો કરતા કહ્યું કે તેમના પરિવારને ઇડીના કેસનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે તેઓ ભાજપ સાથે મળીને દિલ્હી સરકાર પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

કેજરીવાલે કહ્યું કે અમરિંદર સિંહ પાસે કૃષિ કાયદાઓને રોકવાની ઘણી તકો હતી, પરંતુ તેમણે આ બિલો રોક્યા નહીં. વર્ષ ૨૦૧૯માં મોદી સરકારે ખેડૂતો વિરુદ્ધ બનનનારા આ કાયદાઓ માટે એક સમિતિની રચના કરી હતી, તેમાં અમરિંદર સિંહ પણ હતા, પરંતુ તેમણે ત્યારે આ બિલોને રોક્યા નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.