Western Times News

Gujarati News

ભારતના કૃષિ કાનુનોની વિરૂધ્ધ લંડનમાં પ્રદર્શન

લંડન, બ્રિટેનના મધ્ય લંડનમાં ભારતીય ઉચ્ચાયોગની બહાર ભારતમાં ત્રણ નવા કૃષિ વિધેયક કાનુનોના વિરૂધ્ધ આંદોલન કરી રહેલ કિસાનોના સમર્થનમાં કરવામાં આવેલ પ્રદર્શન દરમિયાન સ્કોટલૈંડ યાર્ડ પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે.
સ્કોટલૈંડ યાર્ડને ભારતીય ઉચ્ચાયોગની બહાર બ્રિટેનના અલગ અલગ ભાગોમાં પ્રદર્શનકારીઓના જમા થતા પહેલા ચેતવણી આપી હતી મધ્ય લંડનમાં અમે પંજાબના કિસાનોની સાથે ઉભા છીએ તેવું પ્રદર્શનકારીઓનું કહેવુ હતું પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે અનેક પોલીસ કર્મચારી માર્ગ ઉપર ઉતરી આવ્યા હતાં અને ચેતવણી આપી હતી કે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે કડક નિયમ લાગુ છે અને જાે ૩૦થી વધુ લોકો જમા થશે તો ધરપકડ કરવામાં આવી શકે છે અને દંડ લગાવી શકાય છે.

પ્રદર્શનમાં મુખ્ય રીતે બ્રિટીશ શિખ સામેલ હતાં જે હાથમાં પત્રિકાઓ પકડીને ઉભા હતાં જેમાં કિસાનો માટે ન્યાય જેવા સંદેશ લખ્યા હતાં ભારતીય ઉચ્ચાયોગના પ્રવકતાએ કહ્યું કે લોકોનું નેતૃત્વ ભારત વિરોધી અલગાવવાદીઓ કરી રહ્યાં હતાં. તેમનો એજન્ડ પોતાનો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.