Western Times News

Gujarati News

દેશના કિસાનોને કેટલી આહૂતી આપવી પડશે: રાહુલ ગાંધી

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર ભીષણ ઠંડી છતાં આંદોલન કરી રહેલા મજબુર કિસાનોની વાત સાંભળવા માટે તૈયાર નથી આથી તેમને બતાવવું જાેઇએ કે કિસાનને હજુ કેટલી આહૂતી આપવી પડશે. રાહુલે કહ્યું કે કૃષિ કાનુનોને હટાવવા માટે આપણા કિસાન ભાઇઓને વધુ કેટલી આહૂતી આપવી પડશે.

કોંગ્રેસના પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે છેલ્લા ૧૭ દિવસોમાં ૧૧ કિસાન ભાઇઓની શહાદત છતાં નિરંકુશ મોદી સરકારનું દિલ પીગળ્યુ નથી તે હજુ પણ અન્નદાાઓની સાથે નથી પોતાના ધનદાાઓની સાથે કેમ ઉભી છે દેશ જાણવા માંગે છે કે રાજધર્મ મોટો છે કે રાજહઠ કિસાન આંદોલન તેમણે કહ્યું કે લોકતંત્રમાં નિરંકુશને કોઇ સ્થાન નથી તમે અને તમારા મંત્રીઓની નીતી દરેક વિરોધીને માઓવાદી અને દેશદ્રોહી જાહેર કરવાની છે. ભીષણ ઠંડી અને વરસાજમાં યોગ્ય માંગણી માટે ધરણા કરી રહેલ અન્નદાતાઓથી માફી માંગવી જાેઇએ અને તેમની માંગો તાકિદે પુરી કરવી જાેઇએ.

દરમિયાન ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ કહ્યું કે કિસાનો દ્વારા પોતાની યોગ્ય અધિકાર માટે જારી આંદોલન અને ભારત બંધની વ્યાપક સફળતાથી ભયભીત ભાજપ અને તેની સરકારો કિસાન આંદોલને બદનામ કરવાનું ષડયંત્ર અને કુચક્ર રચી રહી છે. લલ્લુએ કહ્યું કે દેશના કિસાનોને એક તરફ આતંકવાદી અને ભારત વિરોધી બતાવવામાં આવી રહ્યું છે તો આંદોલન સ્થળ પર વિવિધ પ્રકારના ષડયંત્રોના માધ્યમથી તેને બદનામ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જે લોકતંત્ર બંધારણ અને રાજનૈતિક મર્યાદાની વિપરીત છે.

કિસાનો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ સમર્થન આપ્યું છે.રાહુલ ગાંધી સતત કિસાનોના આંદોલનને લઇ મોદી સરકારની ટીકા કરતા રહે છે. કોંગ્રેસ સહિતનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં રાષ્ટ્રપતિની મુલાકાત લઇ કિસાનોની વિરૂધ્ધ રજુ કરવામાં આવેલા ત્રણ કૃષિ વિધેયકોને પાછા લેવાની વિનંતી કરાઇ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.