Western Times News

Gujarati News

Covid19: ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાને જલ્દી મંજૂરી મળી શકે છે

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર અટકી નથી રહ્યો. અનેક દેશોમાં કોવિડ-૧૯ વેક્સીનના ટ્રાયલ ચાલુ છે. રશિયા, બ્રિટન અને અમેરિકામાં વેક્સીનેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, મીડિયા રિપોર્ટ અનુસાર કોવિડ-૧૯નો સામનો કરવા માટે  અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનને ભારત સરકાર તરફથી આવતા સપ્તાહે મંજૂરી મળી શકે છે.

તેના સ્થાનિક નિર્માતા દ્વારા જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવ્યા બાદ સરકારથી તેની મંજૂરી મળવાના સંકેત મળ્યા છે. દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને જાેતાં ભારત આગામી મહિને પોતાના નાગરિકોને વેક્સીન આપવાની શરૂઆત કરવા માંગે છે. ફાઇઝર અને સ્થાનિક કંપની બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી વેક્સીન માટે ઇમરજન્સી ઉપયોગ અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ભારત પહેલા જ પાંચ કરોડથી વધુ વેક્સીનનું નિર્માણ કરી ચૂક્યું છે. ભારતની કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનએ પહેલીવાર ૯ ડિસેમ્બરે ત્રણ વેક્સીનની સમીક્ષા કરી.

સમીક્ષા બાદ સીરમ ઇન્ટિસ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસેથી બીજી કંપનીઓ કરતાં વધુ માહિતી માંગવામાં આવી હતી, જે
એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડ શોટ્‌સ બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં વેક્સીનનું નિર્માણ સીરમ ઈન્ટિક્ષાટ્યૂટની સાથે મળી કરી રહી છે. દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા એસઆઈઆઈએ હજે તમામ માહિતી ઉપલબ્ધ કરાવી દીધી છે.

એક સરકારી સ્વાસ્થ્ય સલાહકારે સમાચાર બ્રિફિંગમાં જણાવ્યું કે અધિકારી ફાઇઝર પાસેથી વધુ માહિતીની પ્રતિક્ષા કરી રહ્યા છે. બ્રિટનમાં ફાઇઝર અને બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. અહીં કોરોના વેક્સીન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ હશે. દવા કંપની ફાઇઝર અને બાયોએનટેકના કોવિડ-૧૯ વેક્સીનને મંજૂરી આપનારો બ્રિટન દુનિયાનો પહેલો દેશ છે. તેનાથી ઘાતક કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં મોટાપાયે વેક્સીનેશનની શરૂઆત કરવાનો માર્ગ મોકળો થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.