Western Times News

Gujarati News

ડો. ફિક્સિટએ નવા નિર્માણ દરમિયાન વોટરપ્રૂફિંગની સાચી રીતો વિશે ગ્રાહકોને જાગૃતિ કરવા નવી જાહેરાત પ્રસ્તુત કરી

પીડિલાઇટ હાઉસની બ્રાન્ડ ડો. ફિક્સિટએ આજે મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને ચમકાવતી એક નવી જાહેરાત પરથી પડદો ઊંચક્યો હતો. આ નવી જાહેરાતનો ઉદ્દેશ નવા ઘરનાં નિર્માણમાં વિસ્તૃત વોટરપ્રૂફિંગના મહત્ત્વ વિશે ઉપભોક્તાઓને જાગૃત કરવાનો છે. સાથે સાથે બ્રાન્ડે વિવિધ આઉટરિચ કાર્યક્રમો હાથ ધર્યા છે, જે ડિલર્સને વોટરપ્રૂફિંગની સમસ્યાઓનું સમાધાન કરવા ગ્રાહકને ઉચિત સોલ્યુશનો ઓફર કરવા સક્ષમ બનાવશે.

ડો. ફિક્સિટની નવી જાહેરાત એ ગેરસમજણને દૂર કરશે, જેના પગલે લોકો ઘણી વાર તેમના નવા ઘરોમાં ફક્ત ડો. ફિક્સિટ LW+નો ઉપયોગ કરે છે, જે અધૂરાં વોટર-પ્રૂફિંગ તરફ દોરી જાય છે. આ સૌથી વધુ અસરકારક વોટરપ્રૂફિંગ સોલ્યુશન માટે ડો. ફિક્સિટ LW+ તેમજ URPનાં ઉપયોગનાં મહત્ત્વ પર ભાર મૂકે છે.

પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના કન્સ્ટ્રક્શન કેમિકલ રિટેલના સીઇઓ શ્રી નિલેશ મઝુમદારે કહ્યું હતું કે,“ડો. ફિક્સિટ વોટરપ્રૂફિંગ માટે ઉત્પાદનોની વિસ્તૃત રેન્જ ઓફર કરે છે, જે વોટરપ્રૂફિંગના તમામ મહત્ત્વપૂર્ણ પાસાંઓ પૂરાં કરે છે. આ નવી ટીવીસી (ટેલીવિઝન જાહેરાત) સાથે અમારો ઇરાદો ગ્રાહકોને વોટરપ્રૂફિંગની સાચી ટેકનિક, ડો. ફિક્સિટ LW+તેમજ ઘરનું સંપૂર્ણ વોટરપ્રૂફિંગ કરવા માટે URP વિશે જાગૃત કરવાનો છે.

આ પહેલ ગ્રાહકોને નવા ઘરના નિર્માણમાં વોટરપ્રૂફિંગ પ્રત્યે નિવારણાત્મક અભિગમ અપનાવવા પ્રેરિત કરશે. લોકોનો અભિગમ બદલવા માટે રમૂજ કે વિનોદ અસરકારક છે અને શ્રી બચ્ચન વિનોદ સાથે ઉપયોગી સંદેશ આપવામાં શ્રેષ્ઠ છે. ઉપરાંત અમે ‘દોસ્ત અભિયાન’, ‘દુકાનદાર સે સલાહકાર’ અભિયાન  અને ‘આત્મનિર્ભર કોન્ટ્રાક્ટર’ જેવી વિવિધ પહેલો હાથ ધરી છે, જે ભવિષ્ય અને વર્તમાનમાં વોટરપ્રૂફિંગની સમસ્યાઓનું સમાધાન કરવા વોટરપ્રૂફિંગના શ્રેષ્ઠ સોલ્યુશન ઓફર કરવા ડિલર્સ અને કોન્ટ્રાક્ટરોને સક્ષમ બનાવશે.”

આ અભિયાનને ટેકો આપવા શરૂ થયેલી કેટલીક પહેલો નીચે મુજબ છેઃ ડિલર્સ માટે દુકાનદાર સે સલાહકાર અભિયાન – આ અભિયાન સાથે ડો. ફિક્સિટનો ઉદ્દેશ દરેક ડિલર (દુકાનદાર)ને વોટરપ્રૂફિંગ કન્સલ્ટન્ટ (સલાહકાર) બનાવવાનો છે, જે ડિલર્સ વચ્ચે સમયના અભાવ અને ટેકનિકલ શિક્ષણના અવરોધો પાર પાડી શકે એવા સોલ્યુશનો પ્રદાન કરે છે.

એક સોલ્યુશન તરીકે બ્રાન્ડે દેશમાં દરેક ડિલર માટે વિશિષ્ટ QR કોડ જનરેટ કર્યો છે. આ QR કોડ્સને સમજવામાં સરળ વોટરપ્રૂફિંગ માહિતી સાથે જોડવામાં આવ્યો છે, જેની ડિલિવરી વ્હોટ્સએપ દ્વારા થાય છે. ડિલરને તેમની દુકાનની મુલાકાત લેનાર ગ્રાહકો અને કોન્ટ્રાક્ટરોને માર્ગદર્શન આપવાની જરૂર છે, જે તેમને વ્હોટ્સએપ ચેટ વિન્ડો તરફ દોરી જશે, જે રિસ્પોન્સ બોક્ષમાં ટાઇપ કરેલા ડિફોલ્ટ મેસેજ સાથે ખુલશે.

મોબાઇલના માલિક સેન્ડ બટન દબાવતા તેમને નવા નિર્માણ તેમજ રિપેરની સ્થિતિ માટે વોટરપ્રૂફિંગની સામાન્ય સમસ્યાઓના વોટરપ્રૂફિંગ સમાધાન સાથે મેસેજ મળશે. આ માહિતી યુઝરના લાભ માટે 11 ભારતીય ભાષાઓમાં પ્રદાન કરવામાં આવશે. ઉપરાંત વિશિષ્ટ સમસ્યાઓ માટે મેસેજ ગ્રાહકોને ડો. ફિક્સિટ એડવાઇઝ સેન્ટર પર 1800 209 5504 પર કોલ કરવાની સલાહ આપશે.

આત્મનિર્ભર કોન્ટ્રાક્ટર – આ પહેલ કોન્ટ્રાક્ટર્સને વોટરપ્રૂફિંગનું ઉચિત સોલ્યુશન સૂચવવા માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ સરળ રીતે સુલભ કરવામાં મદદ કરશે. તેમને સક્ષમ બનાવવા ડો. ફિક્સિટએ ડો. ફિક્સિટએ ચેટબોટ – સરળ, મેનુ-આધારિત વ્હોટ્સએપ ચેટબોટ લોંચ કર્યું છે, જે તેમને ટેકનિકલ ડોક્યુમેન્ટ, પ્રોડક્ટ એપ્લિકેશન વીડિયો, નજીકમાં ડિલર્સ શોધવા, કોવિડ-સલામતીની સાચી પદ્ધતિઓ શીખવી તથા તેમની જાણકારી વધારવા નોલેજ-આધારિત ક્વિઝ રમવાની સુવિધા આપશે. ચેટબોટ 11 ભાષાઓમાં તમામ માહિતી પ્રદાન કરશે અને યાદ રાખવામાં સરળ નંબર 75 03 03 03 03 સેવ કરીને એક્ટિવેટ કરી શકાશે તેમજ એને ફક્ત ‘Hi’ લખીને મેસેજ મોકલવાનો રહેશે. વોટરપ્રૂફિંગના સમજવામાં સરળ સોલ્યુશનોની જાણકારી મેળવવા ગ્રાહકો DF ને <57575> લખીને એસએમએસ કરી શકે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.