Western Times News

Gujarati News

આતંકી સમૂહ કોરોના વાયરસનો ઉપયોગ કરી રહ્યાં છે: ખુલાસો

નવીદિલ્હી, જે સમયે પુરી દુનિયા કોરોના વાયરસ મહામારીથી ઝઝુમી રહી છે ત્યારે આતંકવાદી સમૂહ પોતાની શક્તિ અને પ્રભાવ મજબુત કરવા માટે આ વાયરસનો ઉપયોગ કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય અપરાધિક પોલીસ સંગઠને(ઇટરપોલ) આ ખુલાસો કર્યો છે ત્યારબાદથી ભારતમાં ગુપ્ત અને સુરક્ષા એજન્સીઓ આતંકી સમૂહની ગતિવિધિઓની તપાસ તપાસ માટે સતર્ક થઇ ગયા છે.

ઇટરપોલીસે જારી કરેલ રિપોર્ટ અનુસાર વૈશ્વિક આતંકવાદ પર કોવિડ ૧૯ના પડનારા પ્રભાવ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.તેમાં રિપોર્ટમાં પાંચ મુખ્ય ખતરાથી સંબંધિત કારણો પર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું છે તેમાં સામેલ કારણોમાં કોવિડ ૧૯ના પ્રકોપથી જાેડાયેલ વિશેષતાઓ અને મેડિકલ એડવાંસ વૈશ્વિક રાષ્ટ્રીય પ્રતિક્રિયા સોશલ કલાઇમેટ સુરક્ષા તંત્રની ઢીલાસ અને આતંકીઓની રણનીતિ અને ક્ષમતાની સાથે જ નોન સ્ટેટ એકટર્સ છે.

ઇટરપોલે કહ્યું કે જેમ કે કેટલાક વિસ્તારમાં કોવિડ ૧૯ મામલામાં ધટી રહ્યાં છે જયારે અન્ય કેટલાક જગ્યાઓ પર વધી રહ્યાં છે આ રિપોર્ટ આતંકવાદી નેટવર્ક હિંસક ચરમપંથી સમૂહો અને અન્ય સંભવિત ખતરનાક નોન સ્ટેટ એકટર્સ તરફથી પ્રતિક્રિયાની દેખરેખ કરવાની મહત્વપૂર્ણ જરૂરતને રેખાંકિત કરે છે. એ યાદ રહે કે નોન સ્ટેટ એકટર્સનો ઉપયોગ તે કુખ્યાત લોકો માટે કરવામાં આવે છે જે સત્તામાં ન રહેતા દેશમાં પોતાની સમાનાંતરણ સરકાર ચલાવે છે. એ યાદ રહે કે આ મહીનાની શરૂઆતમાં પણ ઇટરપોલે પોતાના ૧૯૪ સભ્ય દેશોની કાનુન પ્રવર્તન એજન્સીઓને વૈશ્વિક એલર્ટ જારી કર્યું હતું તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે સંગઠન અપરાધિક નેટવર્ક ફિઝિકલ અને ઓનલાઇન બંન્ને જ રીતે કોરોના વેકસીનને નિશાન બનાવી શકે છે.

ઇટરપોલના નિવેદનમાં ઓરેંજ નોટીસની સાથે કોરોના વાયરસ અને ફલુના નકલી રૂપ તેમની ચોરી અને ગેરકાયેદસર વિજ્ઞાપનના સંબંધમાં સભવિત અપરાધિક ગતિવિધિઓની વાત બતાવવામાં આવી છે.  ઇટરપોલે હવે કહ્યું છે કે કેટલાક આતંકવાદી સમૂહ અને અન્ય નોન સ્ટેટ એકટર્સ મહામારીનો ઉપયોગ પોતાની શક્તિ અને પ્રભાવને મજબુત કરવા માટે કરી રહ્યાં છે આવું વિશેષ રીતે સ્થાનિક વસ્તી માટે કે પોતાના બહારી નાણાંકીય સંસાધનોનો વિસ્તાર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠનોની ફંડિગ પર અપ્રત્યક્ષ રીતે પ્રભાવ પડવાની સંભાવના છે ઇટરપોલના મહામંત્રી જુર્ગેન સ્ટોકે સચેત કરતા કહ્યું કે તમામ અપરાધિઓની જેમ જ આતંકવાદી પણ કોરોના વાયરસથી લાભ કમાવવા માટે પૈસા બનાવવા માટે અને પોતાનો આધારને મજબુત કરવા માટે પ્રયાસોમાં લાગેલ છે. તેમણે કહ્યું કે અમારી આતંકવાદ આકલન રિપોર્ટ કાનુન પ્રવર્તનને આ પડકારપૂર્ણ ખતરાની ઓળખ કરવાની સાથે જ તેને દુર કરવામાં મદદ કરવા માટે એક વધુ ઉપકરણ છે જે પડકારપૂર્ણ સ્થિતિમાં જારી કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.