Western Times News

Gujarati News

ફાસ્ટટેગ મુદત વધારીને 15 ફેબ્રુઆરી 2021 કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રાલયે ફાસ્ટટેગ ફરજિયાત લગાવવાની મુદતમાં વધારો કર્યો છે. હવે વાહન ચાલકોને 15 ફેબ્રુઆરી 2021 સુધી પોાતના વાહનોમાં ફાસ્ટેગ લગાવી શકશે. આ પહેલા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને (NHAI) 1 જાન્યુઆરીથી ટોલ શુલ્કને રોકડ લેવડદેવડને સંપૂર્ણ પણે બંધ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ તારીખને વધારવામાં આવ્યો છે. આ સમયે ફાસ્ટેગ થકી લેનદેનનો હિસ્સો આશેર 75થી 80 ટકા સુધી થયો છે.

NHAI સાથે થયેલી વાતચીત દરમિયાન મંત્રાલયે કહ્યું કે હાઈવે ઓથોરિટી 15 ફેબ્રુઆરીથી 100 ટકા કેશલેશ ટ્રાન્જેક્શન માટે જરૂરી નિયમ બનાવી શકે છે. ટોલ પ્લાઝા ઉપર ભીડ ખતમ કરવા અને ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે ફાસ્ટેગનો ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. FASTag વગર આ લેનમાં પ્રવેશ કરનાર કોઈપ વાહનને સામાન્ય ટોલ શુલ્કના બે ગણુ ચૂકવણું કરવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.