Western Times News

Gujarati News

સિયાચિન બચાવનાર કર્નલ નરેન્દ્ર બુલનું નિધન

નવીદિલ્હી, દુનિયાની સૌથી ઉચી ચોટી પર તિરંગો લહેરાવનાર અદમ્મ સાહસના પ્રતીક કર્નલ નરેન્દ્ર બુલ કુમાર ઉવ ૮૭નું નિધન થયું છે તેમના પરિવાર પર જ સેનાએ ૧૩ એપ્રિલ ૧૯૮૪ને ઓપરેશન મેધદુત ચલાવી સિયાચિન પર કબજાે યથાવત રાખ્યો હતો. આ દુનિયાના સૌથી ઉચા યુદ્ધ ક્ષેત્રમાં પહેલી કાર્યવાહી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધનને અપુરણીય નુકસાન બતાવ્યું છે.

સેનાએ તેમના નિધનની માહિતી આપતા ટ્‌વીટ ર્યું કર્નલ બુલ એવા સોલ્જર માઉટેનિયર હતાં જે અનેક પેઢીઓના પ્રેરણાસ્ત્રત રહેશે આજે તે રહ્યાં નથી પરંતુ પોતાની પાછળ સાહસ બહાદુરી અને સમર્પણની ગાથા છોડી ગયા છે. ૧૯૩૩માં રાવલપીડીમાં જન્મેલ કર્નલ બુલને ૧૯૫૩માં કુમાઉ રેજિમેંટમાં કમીશન મળ્યુ તેમના ત્રણ અનય ભાઇ સેનામાં હતાં કર્નલ બુલે ૧૯૭૭માં સિયાચિન ગ્લેશયર પર કબજાે કરવાના પાકિસ્તાનના ઇરાદાને સમજી લીધા હતાં તેમના ઇરાદા પર જ તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સેનાને ઓપરેશન મેધદુત ચલાવવાની મંજુરી આપી હતી ત્યારબાદ સેના સમગ્ર સિયાચીન પર કબજાે યથાવત રાખી શકી હતી. કર્નલ બુલ નંદાદેવી ટોચ પર ચઢનારા પહેલા ભારતીય હતાં તે ઉપરાંત તે માઉટ એવરેસ્ટ માઉટ બ્લેક અને કંચનજંદા પર પણ તિરંગો લહેરાવી ચુકયા છે.શરૂઆતી અભિયાનમાં ચાર આંગળી ગુમાવ્યા બાદ પણ તેમણે આ ચોટીઓ પર જીત હાંસલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.