Western Times News

Gujarati News

નવી સ્ટડીમાં દાવો : હવામાં કલાકો રહી શકે છે કોરોના વાયરસ

નવી દિલ્હી, કોરોના વાયરસ હવા દ્વારા પણ ફેલાઇ શકે છે. આ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે પણ હાલમાં આવેલા એક સ્ટડીમાં તેની સાબિતી મળી છે. સ્ટડીમાં હોસ્પિટલોમાં તૈયાર કરાયેલા કોવિડ-19 વોર્ડ્સમાં રહેલી હવામાં કોરોના વાયરસના સેમ્પલ મળ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ખુલ્લામાં તરતા આ કણ 2 કલાકથી વધારે સમય સુધી હવામાં બન્યા રહી શકે છે. જોકે એસિમ્પ્ટોમૈટિક એટલે લક્ષણો વગરના દર્દીના મામલામાં ખતરો થોડો ઓછો છે.

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી અને સીએસઆઈઆર ઇન્સ્ટીટ્યૂટ ઓફ માઇક્રોબાયલ ટેકનોલોજીની CSIR-Institute of Microbial Technology)સ્ટડીમાં આ માહિતી બહાર આવી છે કે સામાન્ય વોર્ડના મુકાબલે કોવિડ વોર્ડમાં હવામાં કોરોના વાયરસના કણ ઉપસ્થિત છે.

અંગ્રેજી વેબસાઇટ ધ પ્રિન્ટના રિપોર્ટ પ્રમાણે આ કણ હવામાં 2 કલાકથી વધારે સમય સુધી રહી શકે છે. સ્ટડી પ્રમાણે આ કણ હવા દ્વારા સંક્રમણ ફેલાવી શકે છે. સીસીએમબી તરફ જાહેર નિવેદન પ્રમાણે હવામાં SARS-CoV-2ની ચપેટમાં આવવાનો સીધો સંબંધ રૂમમાં રહેલા દર્દી, તેની હાલત અને તેમના સંપર્કમાં આવવાથી છે. સ્ટડી પ્રમાણે જ્યારે કોવિડ-19ના દર્દીના રૂમમાં વધારે સમય પસાર કરે છે તો હવામાં વાયરસ 2 કલાકથી વધારે સમય રહે છે. આ કણોની દૂરી દર્દીથી 2 મીટરથી વધારે હોઈ શકે છે. જોકે સ્ટડીની હજુ સુધી સમીક્ષા કરવામાં આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.