Western Times News

Gujarati News

યુનિયન બેંક અને PNB ઓછા દરે પર્સનલ લોન આપી રહી છે

મનીકંટ્રોલ: ઘણી વખત આપણને કોઈ કામ માટે વધારે રકમની જરૂર પડતી હોય છે. આ વખતે જાે તમારો બેંક રેકોર્ડ સારો હોય તો તમને પર્સનલ લોન ખૂબ સરળતાથી મળી રહે છે. જાેકે, હોમ લોન કરતા પર્સનલ લોનની વ્યાજ થોડો વધારે હોય તેવું જાેવામાં આવે છે.

પર્સનલ લોનનાં વ્યાજદર વિશે વાત કરીએ તો યુનિયન બેંક ઑફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક સૌથી ઓછા દર પર્સનલ લોન આપે છે.  આ બંને બેંકો પાંચ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન ક્રમશઃ ૮.૯૦ ટકા અને ૮.૯૫ ટકાના દરે આપે છે. જાેકે, આ વ્યાજદર ગોલ્ડ લોન અને ટોપ-અપ હોમ લોનની સરખામણીમાં વધારે લાગી રહ્યો છે.

સોના પર સામાન્ય રીતે સાત ટકાની અસપાસ લોન મળે છે. આથી અન્ય લોનની સરખામણીમાં પર્સનલ લોન થોડી મોંઘી પડતી હોય છે. આથી નિષ્ણાતો એવી પણ સલાહ આપી રહ્યા છે કે જ્યાં સુધી તમે બીજે ક્યાંયથી નાણાની વ્યવસ્થા કરી શકો છો ત્યાં સુધી પર્સનલ લોન લેવાનું ટાળવું જાેઈએ. તમે તમારી વીમા પોલીસીના બદલામાં, ઈપીએફ અને પીપીએફ, શેર, મ્યુચ્યુઅલ ફંડ સામે લોન લઈ શકો છો.

આ લોન પર્સનલ લોન કરતા સસ્તી પડે છે. જાે તમે પહેલાથી જ કોઈ પર્સનલ લોન લીધી છે અને કોરોના કાળ દરમિયાન છ મહિનાનો લોન મોરેટોરિયમનો પણ લાભ લીધો છે તો તમારે તાત્કાલિક તમારી લોનનું ભારણ ઓછું કરવું જાેઈએ. કારણ કે પર્સનલ લોનમાં તમે નાણાકીય બોઝ હેઠળ ફસાતા જઈ શકો છો. ૩૧ ડિસેમ્બરના રોજ એકઠા કરવામા આવેલા આંકડા પ્રમાણે અગ્રણી ખાનગી બેંક એચડીએફસી ૧૦.૭૫ ટકાના દરે પર્સનલ લોન ઑફર કરે છે. બેંક ઑફ બરોડાની વાત કરવામાં આવે તો બેંક ૧૦.૧૦ ટકાના દરે પર્સનલ લોન આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.