Western Times News

Gujarati News

100 MBPS સ્પીડ સાથે જિયો ફાઈબર 5 સપ્ટેમ્બરે લોન્ચ થશે

‘5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ’ મુકેશે કહ્યું કે વડાપ્રધાને 2024 સુધી 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમિનું લક્ષ્ય રાખ્યું છે, જે પ્રાપ્ત કરી શકાશે. કેટલાક સેકટરમાં સ્લોડાઉન અસ્થાયી છે. ”ઓઈલ અને કેમિકલ બિઝનેસ દ્વારા જીવન સ્તરમાં સુધારાની આશા.” ”પેટ્રોલિયમ રિટેલિંગ બિઝનેસમાં ભારત પેટ્રોલિયમ સાથે જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે.”

”સાઉદી કંપની અરામકો રિલાયન્સમાં 75 અબજ ડોલરનું રોકાણ કરશે.” ”આ રોકાણ રિલાયન્સના ઈતિહાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ હોવાની સાથે દેશમાં પણ સૌથી મોટું વિદેશી રોકાણ હશે.” જિયો દર મહીને એક કરોડ ગ્રાહકોને જોડી રહી છે મુકેશ અંબાણીના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી રિટેલર કંપનીથી ચાર ગણી મોટી છે. અમને આશા છે કે 2030 સુધી ભારત 10 ટ્રિલિયન ડોલરની ઈકોનોમિવાળો દેશ હશે. ” આ વર્ષે 5 સપ્ટેમ્બરે જિયોને 3 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. કંપનીને શરૂ કરવાનું વિઝન ડિજિટલ લાઈફ કનેક્ટિવિટી હતી. જિયોએ ભારતને ડેટા શાઈનિંગ બ્રાઈટ બનાવ્યું.”

રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીએ 42મી એન્યુલ મિટિંગમાં સંબોધન કર્યું હતું. આ સંબધોનમાં સંસ્કૃતના ‘તમસો મા જયોર્તિગમય’ શ્લોકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા દેશમાં ડિજિટલ ક્ષેત્રે અંધારું હતું પરંતુ હવે જયારે 5 સપ્ટેમ્બરે જિયોને ત્રણ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે ત્યારે દેશના ડિજિટલ ક્ષેત્રમાં પ્રકાશ પથરાયો છે. તેમણે જણાવ્યું કે 34 કરોડ યુઝર સાથે JIO ભારતની નંબર વન અને વિશ્વની બીજા નંબરની ટેલિકોમ કંપની બની ગઇ છે.

જિયો સાથે દર મહિને એક કરોડ ગ્રાહકો જોડાઈ રહ્યાં છે. તે દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે, પરંતુ વિશ્વની સૌથી મોટી ઓપરેટર પણ છે.” ” જિયો રેવન્યુના 4 નવા ગ્રોથ એન્જિન- ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, હોમ બ્રોડબેન્ડ સર્વિસ, એન્ટરપ્રાઈઝિઝ સર્વિસ અને બ્રોડબેન્ડ ફોર સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ પર ફોકસ કરશે.” ” ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મ 1 જાન્યુઆરી 2020થી ઉપલબ્ધ થશે. જિયો ગીગા ફાઈબર નેટવર્કને અગામી 12 મહિનામાં પુરું કરવાની આશા છે.” ” જિયો ગીગા ફાઈબર ટ્રાયલ વાળા ગ્રાહકો દર મહિને 100 જીબી ડેટાનો વપરાશ કરી રહ્યાં છે.” ” ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઓપ્ટિકલ ફાઈબરમાં જિયોએ અત્યાર સુધીમાં 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.