Western Times News

Gujarati News

અનિલ અંબાણીની ત્રણ કંપનીઓના વહિખાતાને NCBએ બતાવ્યા ફ્રોડ

નવી દિલ્હી, દેશના સૌથી મોટા ભારતીય સ્ટેટ બેંકે દિલ્હી હાઈકોર્ટમાં અનિલ અંબાણીના રિલાયન્સ ગૃપની ત્રણ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ ટેલીકોમ અને રિલાયન્સ ઈંફ્રાટેલના વહિખાતાને ફ્રોડ બતાવ્યો છે.

બેંકે અદાલતને કહ્યું કે તેમના ઓડિટ દરમ્યાન ફંડના રૂપિયાનો દુરુપયોગ અને હેરાફેરી સામે આવી છે. એટલા માટે તેને ફ્રોડની હરોળમાં રાખવામાં આવી છે.

આ ઘટના બાદ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કારણ કે એસબીઆઈએ આ અંગે બેંકિંગ ફ્રોડને લઈ સીબીઆઈ તપાસની માંગ કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટે SBIને અનિલ અંબાણીની કંપનીઓના ખાતાને લઈને યથાસ્થિતિ બનાવી રાખવા કહ્યું છે.

કોઈ પણ બેંકના લોનને ફ્રોડ ત્યારે જ જાહેર કરી શકાય જ્યારે તે એક બિનનફાકારક સંપત્તિ બની જાય છે. SBIએ કોર્ટને કહ્યું કે, ઓડિટ ફંડનો દુરુપયોગ, ટ્રાન્સફર અને હેરાફેરી સામે આવે તો બાદમાં તેની કંપનીઓની લોનને ફ્રોડ શ્રેણીમાં રાખે છે.

નિયમો અનુસાર, કોઈ પણ બેંક ખાતાના ફ્રોડ જાહેર થઈ ગયા બાદ તેની જાણકારી 7 દિવસની અંદર ભારતીય રિઝર્વ બેંકને આપવી પડે છે. જો મામલો 1 કરોડ રૂપિયાથી વધુ ફ્રોડનો હોય તો રિઝર્વ બેંકને સુચના આપ્યાના 30 દિવસની અંદર CBIમાં પ્રાથમિક દાખલ કરાવાની હોય છે.

સૂત્રો અનુસાર, અનિલ અંબાણીની ત્રણ કંપનીઓ પર બેંકના 49,000 કરોડ રૂપિયાથી વધુ છે. તેમાં રિલાયન્સ ઈન્ફ્રાટેલ પર 12,000 કરોડ રૂપિયા અને રિલાયન્સ ટેલિકોમ પર 24,000 કરોડથી વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.