Western Times News

Gujarati News

ઇ-કોમર્સની ખરીદીમાં વધારો થયો; ડિજિટલ પેમેન્ટ્સમાં યુપીઆઈનું વર્ચસ્વ રહેશે

ઇન્સ્ટામોજો ઇ-કોમર્સ આઉટલૂક 2021 રિપોર્ટ

બેંગાલુરુ, વર્ષ 2020માં રોગચાળાએ વ્યવસાયની કામ કરવાની અને અંતિમ વપરાશકર્તાઓ સાથે આદાનપ્રદાનની રીતમાં મોટું પરિવર્તન લાવી લીધું છે, જેના પગલે રસપ્રદ વ્યાવસાયિક કામગીરીઓ જોવા મળી હતી. આપણા દેશમાં 17 ટકાથી વધારે વસ્તીની સરેરાશ વય 28 વર્ષ હોવાથી ડિજિટલ સોલ્યુશનો અને ટેકનોલોજી આગામી વર્ષ માટે નિર્ણાયક પુરવાર થશે.

MSMEs માટે ફૂલ-સ્ટેક સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇન્સ્ટામોજોએ ઇ-કોમર્સ સ્પેસમાં વિવિધ પ્રવાહો અને કામગીરી સમજવા એના તમામ પ્લેટફોર્મ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસના ભાગરૂપે કંપનીએ 2021 માટે ઇ-કોમર્સનાં ભવિષ્ય પર એક રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો, જે લિગલવિઝ, સીરૉ, પ્રોફિટબુક્સ અને MSMEx જેવા ઇન્સ્ટામોજોના મર્ચન્ટ સહિત દેશભરમાં મિલિયનથી વધારે લઘુ વ્યવસાયોનાં અનુભવ વિશે જણાવવામાં આવ્યું હતું.

ઓનલાઇન વ્યવસાયોનું ભવિષ્ય ઉજ્જવળ છે. હાલ ડિજિટલ ઉદ્યોગસાહસિકો અગાઉ કરતાં વધારે જાગૃત છે તથા સરકાર અને ખાનગી ક્ષેત્રમાંથી ઉચિત ટૂલ્સ અને ટેકા સાથે ભારત વ્યવસાયમાં પ્રચંડ વૃદ્ધિ કરવા સજ્જ છે. વર્ષ 2021 માટે ભારતીય ઇ-કોમર્સનું ભવિષ્ય નીચે મુજબ છેઃ

1. ટિઅર II અને ટિઅર III શહેરોમાંથી નવા “ટેક-પાવર્ડ” ઉદ્યોગસાહસિકોનો ઉદય –

·         વર્તમાન ઉદ્યોગસાહસિકો ઓનલાઇન કામગીરી અને ડિજિટલ કામગીરીની ક્ષમતાને સમજે છે. વ્યવસાયોએ ઊભા કરેલા ઓનલાઇન સ્ટોર્સમાં 3 ગણો વધારો થયો છે

·         વ્યવસાયો વધારે ઓછી જગ્યામાં અને ઝડપથી વધારે અનુકૂળ ફેરફારો કરી શકાય એવા મોડલ્સ સાથે સજ્જ થશે, જે ઓનલાઇન-ઓફલાઇનમાં એકસાથે ચાલશે. વર્ષ 2021માં ઉપભોક્તાને સીધું વેચાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત થશે.

·         ચાર્ટમાં ટોચ પર ઘણા શહેરોમાં પટણા, ગૌહાટી, ઇમ્ફાલ જેવા કેટલાંક શહેરો સામેલ હતા.

આ રિપોર્ટના તારણો પર ઇન્સ્ટામોજોના સીઓઓ અને સહ-સ્થાપક આકાશ ગેહાનીએ કહ્યું હતું કે, “અત્યારે ભારતમાં લઘુ વ્યવસાયો ઉપભોક્તા અને ઉદ્યોગની જરૂરિયાતો મુજબ બદલાઈ રહ્યાં છે. તેઓ આપણે કલ્પના ન કરી શકીએ એ હદે વૃદ્ધિ માટે આતુર છે અને વધારે લવચીક છે. વેપારીઓ ઉપભોક્તાઓની વિવિધ જરૂરિયાતોને સમજી રહ્યાં છે અને ઇનોવેશન મુખ્ય વિશિષ્ટ પરિબળ છે. હકીકતમાં ઇન્સ્ટામોજોમાં અમે લોકડાઉનના સમયગાળા દરમિયાન ટિઅર II અને ટિઅર III શહેરોમાંથી 200,000થી વધારે લઘુ વ્યવસાયોને ઓન-બોર્ડ લીધા હતા અને આ ઉદ્યોગસાહસોમાંથી 70 ટકા વધારે અગાઉ ઓનલાઇન કામગીરી ધરાવતા નહોતા. લઘુ વ્યવસાયોના માલિકો તેમની બ્રાન્ડ્સમાં જરૂરી પરિવર્તનો કરી રહ્યાં છે – ખાસ કરીને તેમની કાર્યશૈલીમાં અને ઇ-કોમર્સ સેગમેન્ટમાં વૃદ્ધિમાં ટકી રહેવા ઓનલાઇન તેમના ગ્રાહકો સાથે આદાનપ્રદાન કરવામાં.”

2. વર્ષ 2021માં વ્યવસાયો માટે કૌશલ્ય સંવર્ધન પ્રાથમિક બની જશે

ડિજિટાઇઝેશન નાનાં વ્યવસાયોના માલિકોને ડિજિટલ કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમોમાં રોકાણ કરવા પ્રેરિત કરશે

·         વર્ષ 2020માં ઇન્સ્ટામોજોના ઇ-લર્નિંગ પ્લેટફોર્મ મોજોવર્સિટીએ નોંધણીમાં 9 ગણો વધારો જોયો હતો અને ડિજિટલી સર્ટિફાઇડ વેપારીઓની સંખ્યામાં 11 ગણો વધારો થયો હતો

·         મોજોવર્સિટી પર ટ્રાફિકની દ્રષ્ટિએ ટોચના 10 શહેરોમાં રાનીગંજ, રત્નાગિરી અને કોન્ડોટ્ટી સામેલ છે, જે તમામ ટિઅર III શહેરો છે

3. વ્યવસાયો સરકારી પહેલોમાંથી ફંડ મેળવશે અને રોકાણકારોનો સકારાત્મક દ્રષ્ટિકોણ

જેમ ભારતમાં વધુને વધુ ઉદ્યોગસાહસિકો નાનાં શહેરો અને નગરોમાંથી વિકસી રહ્યાં છે, તેમ આગામી વ્યવસાયોને ટેકો આપવા મદદરૂપ થવા બજારોમાં એક્સલરેટર્સ અને ઇન્ક્યુબેટર્સ પણ તેમની સેવાઓનો વ્યાપ વધારી રહ્યાં છે. ઉદ્યોગના અહેવાલો સંકેત આપે છે કે, 40 ટકા રોકાણકારો ટિઅર II અને ટિઅર III શહેરોમાંથી આવશે.

4. ઓમ્નિચેનલ ઓટોમેશન પ્રાથમિકતા બનશે

·         ઓનલાઇન ઇનવોઇસિંગ અને સિંગલ પ્લેટફોર્મ ઓટોમેશન વ્યવસાયો માટે ફરજિયાત બનશે

·         ઓનલાઇન એકાઉન્ટિંગ, ઇનવોઇસિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ નવા ઉદ્યોગસાહસિક માટે પ્રથમ પસંદગી બનશે.

5. ગ્રાહકને ટેકો અતિ અંગત બનશે

·         ટિઅર II અને ટિઅર III શહેરો માટે પ્રાદેશિક ભાષાઓ અને બોલીઓમાં ગ્રાહકને સ્થાનિક ટેકો વ્યવસાયો અને બ્રાન્ડ સ્પર્ધાત્મક લાભ મેળવવા માટે મદદ કરશે.

·         ગ્રાહકને ટેકો ઓટોમેટેડ ટિકિટિંગ, લાઇવ ચેટબોટ્સ, એડવાન્સ્ડ સીઆરએમ અને ઓમ્નિચેનલ સપોર્ટ સાથે ટેક સંચાલિત બનશે

6. ઇન્સ્ટાગ્રામ વ્યવસાયો માટે મુખ્ય બ્રાન્ડિંગ અને એક્વિઝિશન ચેનલ બનશે

વર્ષ 2020માં મોટી સંખ્યામાં વ્યવસાયો ઓનલાઇન થયા હતા અને તેમણે સોશિયલ મીડિયાની બહોળી કામગીરીનું મહત્ત્વ પણ સમજ્યાં છે. ઇન્સ્ટામોજો પર ઓનલાઇન સ્ટોર પર પોતાના સોશિયલ મીડિયા હેન્ટલ્સનું અપડેટિંગ ત્રિમાસિક ધોરણે સરેરાશ 30 ટકા રહ્યું હતું.

7. ખરીદીની પેટર્ન 2021

·         ટિઅર II અને ટિઅર III શહેરોમાંથી ખરીદીમાં વધારો થયો

·         પેમેન્ટ સેગમેન્ટમાં યુપીઆઈનું વર્ચસ્વ રહેશે. ઇન્સ્ટામોજો પર વાર્ષિક ધોરણે 135 ટકાની વૃદ્ધિ થઈ હતી

વધારે સમૃદ્ધ ગ્રાહકો સ્થાનિક વ્યવસાયોમાંથી ખરીદી કરશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.