Western Times News

Gujarati News

ઘડી ડિટરજન્ટે ભારતમાં અનોખી #બચાવમેંહીસમઝદારીહૈ જાગૃતિ ઝુંબેશ રજૂ કરી

કોવિડ-19 મહામારીમાં આરોગ્ય અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ભારતના નં. 1 ડિટરજન્ટ પાઉડર ઘડીની ઉત્પાદક અને વિક્રેતા આરએસપીએલ ગ્રુપ દ્વારા આજે તેની સંપૂર્ણ નવી #BachaavMeinHiSamajhdaariHai (બચાવ મેં હી સમઝદારી હૈ, બચાવમાં જ સમજદારી છે) ઝુંબેશ રજૂ કરી હતી. ઘડી તેના પેકેજિંગ થકી જાગૃતિ નિર્માણ કરતી ભારતની પ્રથમ કંપની છે.

આ અવસરે બોલતાં આરએસપીએલ ગ્રુપના જેએમડી શ્રી રાહુલ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે આપણા દરેક માટે આ પડકારજનક સમય છે. આ કપરા સમયમાં આપણે એકત્ર રહેવાની અને આ પડકાર સામે લડવાની જરૂર છે. દરેકે આપણા વહાલાજનોની કાળજી લેવી જોઈએ અને સમાજ માટે પોતાનું યોગદાન આપવું જોઈએ.

આ પહેલ હેઠળ અમે પણ 10 લાખ માસ્કનું વિતરણ કરીશું. ઘડી ડિટરજન્ટ ભારતમાં લાખ્ખો ઘરોમાં પહોંચે છે અને અમે આ મહત્ત્વપૂર્ણ સંદેશ ફેલાવવા માટે અમારું તેમાં યોગદાન આપવાનું નક્કી કર્યું છે.

પેકેજિંગ થકી ભારતની પ્રથમ જાગૃતિ પહેલનું લક્ષ્ય 10 કરોડથી વધુ ભારતીય પરિવારો સુધી પહોંચવાનું છે. તેમને હંમેશાં ફેસ માસ્ક પહેરવાની યાદ અપાવાશે અને જાહેર સુરક્ષા પ્રત્યે વધુ જવાબદાર અને કટિબદ્ધ રહેવા માટે સમજાવવામાં આવશે.

આ જાગૃતિ પહેલ ઘડી ડિટરજન્ટ પેકેટ પર દર્શાવવામાં આવશે જ્યાં વાસ્તવિક લોગો મુદ્રિત માસ્કથી ઢાંકવામાં આવ્યો છે. પેક પર મેસેજિંગ ઉપરાંત ઘડી ડિટરજન્ટ વિતરણ ચેનલોના વિશાળ નેટવર્કને સક્રિય પણ કરે છે અને સાથોસાથ તેમના રિટેઈલ ભાગીદારોને પણ સંદેશ ફેલાવવા ચળવળમાં જોડાવા પૂછે છે.

ઘડીએ ડિજિટલ ફિલ્મ સાથે આ પહેલને ટેકો આપ્યો છે, જેમાં દુકાનમાં યુવતી તેના પિતાને ઘડી પેકની જેમ જ માસ્ક પહેરીને તમને કાળજી છે એ બતાવવાની ઉત્તમ રીત વિશે ભાન કરાવે છે. આ ફિલ્મ નિયમિત રીતે ફેસ માસ્ક ધોવાના મહત્ત્વને પણ દર્શાવે છે.

એડીકે ફોર્ચ્યુનના વીપી અને ઈસીડી નકુલ શર્માએ જણાવ્યું હતું કે અમારે માટે આ સંદેશ આ પહેલ પૂરતો મર્યાદિત નથી. આથી અમે ખુદ ઘડી પર માસ્ક મૂકવા અને દરેક ઘર સુધી પહોંચવા માગતા હતા. આથી અમે આ વિચારને આમ આદમી સુધી લઈ જવા માટે માસ્ક સાથે ઘડીને પરિધાન કરાવ્યું, કારણ કે ઘડી ભારતમાં લાખ્ખો ઘરોમાં પહોંચે છે.

આ માસ્કનો સંદેશ આપતી ફિલ્મે આરંભિક જૂજ દિવસોમાં જ 65 મિલિયન વ્યુઝ પ્રાપ્ત કર્યા હતા, જે અત્યંત પ્રોત્સાહનજનક છે અને આ ઝુંબેશ ભાવનાત્મક પ્રભાવ અને પરિવર્તન લાવી રહી છે તેનો પુરાવો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.