Western Times News

Gujarati News

ગાર્ડની નોકરી છૂટી જતા યુવકે ચા નો સ્ટોલ શરૂ કર્યો

નવી દિલ્હી: જાે તમારામાં કંઈક સારું કરવાનું જૂનુન હોય તો પછી કોઈપણ કામ તમારા માટે નાનું નથી હોતું. આ કહેવત પુણેના રેવન શિંદે માટે બિલકુલ સાચી ચાબિત થઈ રહી છે. હકીકતમાં રેવન પાછલા વર્ષે ચાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જેમાં આજે તેને જે સફળતા મળી છે, તે બધા માટે પ્રેરણા બની ગઈ છે.

રેવન હાલમાં પણ સારી એવી કમાણી કરી રહ્યો છે પરંતુ તેણે આ સફળતા મેળવવા માટે અનેક સંઘર્ષોનો સામનો કર્યો. રેવન પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી રહ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૯માં તેની નોકરી જતી રહી. આ બાદ જૂન ૨૦૨૦માં તેણે ચાનો સ્ટોલ શરૂ કર્યો,

આજે તે સ્ટોલમાંથી તેને દર મહિને ચોખ્ખો ૫૦,૦૦૦ હજાર રૂપિયાનો લાભ થાય છે. હવે તેની પાસે ૫ કર્મચારી છે જે એક દિવસમાં લગભગ ૭૦૦ કપ ચા લોકો સુધી પહોંચાડે છે. રેવને જણાવ્યું કે, લગભગ ૬ મહિના પહેલા તે કામની શોધમાં પોતાના ભાઈ-બહેનો સાથે પુણે આવ્યો હતો.

જ્યાં તેને પિંપરી-ચિંચવાડની એક લોજિસ્ટિક્સ કંપનીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી મળી. રેવનેને ગાર્ડની નોકરી કરવામાં માત્ર ૧૨,૦૦૦ રૂપિયાનો માસિક પગાર મળતો હતો. જાેકે ડિસેમ્બર ૨૦૧૯માં આ કંપની બંધ થઈ ગઈ અને રેવનની નોકરી જતી રહી. તે કહે છે, આ બાદ મેં એક સ્નેક્સ સેન્ટરમાં કામ શરૂ કર્યું. આ બાદ માર્ચ મહિનામાં રેવને એક જગ્યા ભાડે લીધી અને ટી-કોર્નર શરૂ કર્યો.

પરંતુ આ દરમિયાન લોકડાઉનના કારણે રેવનની તમામ સેવિંગ્સ ખતમ થઈ ગઈ. લોકડાઉનમાં છૂટછાટ મળતા જૂનમાં રેવને ફરીથી પોતાનું કામ શરૂ કર્યું. રેવને જણાવ્યું કે, પહેલા તેણે લોકોને ફ્રીમાં ચા પીવડાવી. જ્યારે ધીમે-ધીમે ચાની ડિમાન્ડ વધવા લાગી તો તેણે ગ્રાહકોના ફોન પર ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું.

રેવે પોતાના ટી-કોર્નર દ્વારા લોકોને કોફી અને ગરમ દૂધ પણ ઉપલબ્ધ કરાવવા લાગ્યો. ચાનો એક નાનો કપ ૬ રૂપિયામાં, જ્યારે મોટા કપની કિંમત ૧૦ રૂપિયા રાખી. છ મહિના બાદ તે રોજના લગભગ ૭૦૦ કપ ચા વેચે છે, જેનાથી તેને દર મહિને ૨ લાખ રૂપિયાની કમાણી થાય છે, જેમાંથી લગભગ ૫૦,૦૦૦ રૂપિયા ચોખ્ખો નફ્ફો તેને મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.