Western Times News

Gujarati News

અમદાવાદથી દોડતી કેટલીક સ્પેશિયલ ટ્રેનો હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગને કારણે રદ

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: રદ કરાયેલ ટ્રેનો: –

1.  23 જાન્યુઆરી 2021 ના ​​રોજ બેંગલોરથી ચાલનારી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર – ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગાંધીધામ થી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે.

2.  23 જાન્યુઆરી 2021 ના ​​રોજ જોએસપુરથી ચાલતી ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલતી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર – જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે.

3.  24 જાન્યુઆરી 2021 ના ​​રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ મૈસુરથી ચાલતી ટ્રેન નંબર 06210 મૈસુર – અજમેર એક્સપ્રેસ રદ રહેશે.

ડાયવર્ટ ટ્રેનો:-

1.  ટ્રેન નંબર 06587 યસવંતપુર – બીકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે.

2.  ટ્રેન નંબર 06588 બીકાનેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે.

3.  ટ્રેન નંબર 04805 યસવંતપુર – બાડમેર એક્સપ્રેસ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે.

4.  ટ્રેન નંબર 04806 બાડમેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટુરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે.

5.  ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર – અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ 22 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ થઈને ચાલશે.

6.  ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશનો થઇને દોડશે.

7.  ટ્રેન નંબર 06533 જોધપુરની કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશન્સ થઇને દોડશે.

8.  ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગ્લુરુ – જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ સ્ટેશનો થઇને દોડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.