Western Times News

Gujarati News

રહેણાંકને હોટલમાં ફેરવવા બદલ સોનુ સૂદ સામે પગલાં

વધુ એક કલાકાર પર ગાળિયો કસતું બીએમસી-સોનુ સૂદને પહેલી નોટિસ ૨૭ ઓક્ટોબરે અપાઈ હોવા છતાં કોઈ જવાબ ન આપ્યો, બિલ્ડિંગનું કામ ચાલુ રાખ્યું

મુંબઈ,  અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ અને તેના ઘરને ગેરકાયદે બાંધકામ ગણાવ્યા બાદ હવે એકટર સોનુ સૂદની પણ મુસીબત વધી ગઇ છે. બીએમસીની નજર સોનુના જુહૂમાં આવેલા ૬ માળના એ રહેણાંક બિલ્ડિંગ પર છે જેને લઇ કહેવાય છે કે એકટરે તેને એક હોટલમાં ફેરવી દીધી છે. Bollywood actor Sonu Sood changed Juhu residential building into hotel says BMC Mumbai Maharashtra

બીએમસીની તરફથી સોનુ સૂદની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાઇ છે. પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે અને હવે કેસની તપાસ ચાલશે. સોનુ માટે રાહતની વાત એ છે કે હજુ સુધી પોલીસે કોઇ એફઆઈઆર કરી નથી. પરંતુ જાે સોનુ આ કેસમાં દોષિત ગણાશે તો આ રહેણાંક બિલ્ડિંગ પર પણ બીએમસી કાર્યવાહી કરી શકે છે.

એકટરની વિરૂદ્ધ એક ફરિયાદ કરાઇ છે. કહેવાય છે કે એકટરે રહેણાંક બિલ્ડિંગને હોટલમાં ફેરવતા પહેલાં કોઇ મંજૂરી લીધી નહોતી. તો રિપોર્ટસ એવો પણ આવ્યો છે કે સોનુને બીએમસની તરફથી નોટિસ મોકલાઇ હતી, પરંતુ તેને તેમણે નજરઅંદાજ કરી દીધી. તેમણે આ બિલ્ડિંગનું કામકાજ પણ ચાલુ રાખ્યું હતું.

એકટરને પહેલી નોટિસ ગયા વર્ષે ૨૭મી ઑક્ટોબરના રોજ મળી હતી. એ સમયે સોનુને એક મહિનાની અંદર જવાબ દાખલ કરવાનો હતો. પરંતુ તેણે આમ કર્યું નહીં. ત્યારબાદ આ વર્ષે ૪ જાન્યુઆરીના રોજ ફરીથી બીએમસીની તરફથી એ બિલ્ડિંગની મુલાકાત લેવાઇ. અધિકારીઓના મતે સોનુ એ વધુ ગેરકાયદે બાંધકામ કર્યું અને નોટિસનો જવાબ આપવાનું પણ યોગ્ય ના સમજયું.

આ વિવાદ પર સોનુ સૂદ કે પછી તેની ટીમની તરફથી કોઇપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. એવામાં આખા કેસને સમજવા માટે એકટરની તરફથી સ્પષ્ટતા આવવી જરૂરી છે. આમ તો સોનુ સૂદ સિવાય અત્યારે કંગના રનૌત સાથે પણ બીએમસીના ઘણા સંબંધો વણસ્યા છે.

આ સંબંધ વધુ ખરાબ તો એટલા માટે થઇ ગયા કારણ કે તાજેતરમાં સિવિલ કોર્ટમાં કંગના રનૌતને મોટો ઝાટકો લાગ્યો છે. તેના ખારવાળા ઘરને ગેરકાયદે બાંધકામની શ્રેણીમાં રખાયું, તો એક્ટ્રેસની વિરૂદ્ધ બીએમસીની નોટિસને પણ યોગ્ય ગણાવાઇ.

હવે એક્ટ્રેસીસ હાઇકોર્ટના દરવાજા ખખડાવા જઇ રહી છે. આમ તો સોનુ સૂદ આ વિવાદમાં ફસાવવું તેની છબીને પણ નુકસાન પહોંચાડનાર સાબિત થઇ શકે છે. કોરોના કાળમાં પોતાના કામથી જે એકટરે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે અને આ રીતે કેસમાં ફસાતા મુશ્કેલી વધી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.