Western Times News

Gujarati News

મોડાસામાં સ્વામીજીની પ્રતિમાનું  પૂજન સાથે ફુલમાળા અર્પણ કરીને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ઉજવાઈ

મોડાસા: અરવલ્લી જિલ્લામાં આજે મોડાસામાં સ્વામીજીની પ્રતિમાનું  પૂજન સાથે ફુલમાળા અર્પણ કરીને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ઉજવાઈ હતી.

આજે દેશભરમાં   12 જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી જે “રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે પણ ઉજવાય છે. સ્વામી વિવેકાનંદ જેઓએ પોતાની બહુ ઓછી જીવનયાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું અને સંપૂર્ણ દેશ વાસીઓ માટે અને એમાંય વિશેષ તો યુવાઓના ઉત્થાન માટે પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો.

ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર આ સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી પર મોડાસામાં ચાર રસ્તા પાસે સ્વામીજીની પ્રતિમાનું પૂજન કરી ફુલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી. ગાયત્રી પરિવાર યુવા સંગઠન-ગુજરાતના સહ સંયોજક શ્રી કિરીટભાઈ સોની આ પ્રસંગે ઉપસ્થિત રહી

સ્વામિ વિવેકાનંદજીના જીવનના પ્રસંગોને યાદ કરી સમગ્ર યુવાઓને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરી માનવતાની સેવા તથા રાષ્ટ્ર ઉત્થાન માટે વધુ દ્રઢ સંકલ્પિત થવા  સંદેશો આપી આહવાન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોડાસા શહેરના યુવા અગ્રણી શ્રી કમલેશભાઇ પટેલ તથા ગાયત્રી પરિવારના ધર્માભાઈ પટેલ, કાન્તિભાઈ ચૌહાણ, અરવિંદભાઈ કંસારા, હરેશભાઈ કંસારા, અમૃતભાઈ પટેલ, યુવા સંગઠનના પ્રજ્ઞેશ કંસારા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.