Western Times News

Gujarati News

ફાઈઝરની કોરોના વેક્સિનની આડઅસરથી ૧૩ જણાનાં મોત

ઓસ્લો,  નોર્વેમાં નવા વર્ષના ચાર દિવસ બાદ ફાઇઝરની કોરોના વાયરસ રસી આપવાનું કામ શરૂ કર્યું. અત્યાર સુધીમાં અહીં ૩૩૦૦૦ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. નોર્વેમાં એ વાતની પહેલાં જ જાહેરાત થઇ ચૂકી હતી કે કોરોના રસીની સાઇડ ઇફેકટ થશે.

હવે આટલા બધા લોકોને રસી આપ્યા બાદ નોર્વે મેડિસિન એજન્સીએ કહ્યું કે ૨૯ લોકોમાં સાઇડ ઇફકેટ દેખાઇ જેમાંથી ૧૩ લોકોના મોત થયા છે. રૂસી સમાચાર એજન્સી સ્પૂતનિકના રિપોર્ટ પ્રમાણે નોર્વેની મેડિસિન એજન્સીના મેડિકલ ડાયરેકટર સ્ટેઇનાર મેડસેન એ દેશના રાષ્ટ્રીય પ્રસારક એનઆરકે સાથે વાતચીતમાં કહ્યું કે આ ૧૩ મોતમાં પણ ૯ લોકોને ગંભીર સાઇડ ઇફેકટ અને ૭ લોકોને ઓછી સાઇડ ઇફકેટ થઇ છે.

નોર્વેમાં કુલ ૨૩ લોકોને રસી આપ્યા બાદ મોત થવા સાથે જાેડવામાં આવી રહ્યા છે. તેમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૩ લોકોની તપાસ કરાઇ છે. મેડસેન એ કહ્યું કે જે લોકોના મોતના સમાચાર છે તેમાંથી નબળા વૃદ્ધ લોકો હતા જે નર્સિંગ હોમમાં રહેતા હતા.  આ દર્દીઓને રસી આપ્યા બાદ તાવ અને બેચેનીની સાઇડ ઇફેકટનો સામનો કરવો પડ્યો તેનાથી ગંભીર રીતે બીમાર પડી ગયા અને પછી મોતને ભેટયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.