Western Times News

Gujarati News

વેક્સિન લગાવ્યા પછી 3 હેલ્થવર્કર્સની તબિયત બગડી: ખાલી પેટે રસી લીધી હતી

જયપુર, દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાનમાં શનિવારે 167 કેન્દ્ર પર વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. અજમેરની જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વીબી સિંહે પહેલી વેક્સિન લગાવી છે. રાજ્યના દરેક 33 જિલ્લામાં પહેલી વેક્સિન ડોક્ટર્સે લગાવી છે. અલવરમાં 3 હેલ્થવર્કરે ખાલી પેટે વેક્સિન લીધી હોવાથી તેમની તબિયત થોડી ખરાબ થઈ હતી.

જયપુરમાં 21 સેન્ટર્સ સહિત રાજ્યના દરેક શહેરમાં આજે હેલ્થ વોરિયર્સને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેઓ ખૂબ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે, કારણ કે તેમને દુનિયાની સૌથી મોટા વેક્સિનેશનના અભિયાનનો ભાગ બનાવવામાં આવ્યો છે. જયપુરની સૌથી મોટી હોસ્પિટલ એસએમએસમાં અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે.

અલવરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ખૂબ ઝડપથી કરવામાં આવી રહી છે. અહીં એક પછી એક 3 હેલ્થવર્કરમાં કોરોના વેક્સિન પછી તબિયત ખરાબ થવાના કિસ્સા સામે આવ્યા હતા. પહેલાં જે હેલ્થવર્કરની તબિયત ખરાબ થઈ હતી તેને વેક્સિનેશન પછી ચક્કર આવવા લાગ્યા હતા. તેમાં કોઈ તણાવની વાત નથી. જોકે હવે એ ત્રણેય હેલ્થવર્કરોની તબિયત સારી છે. આ સામાન્ય પ્રક્રિયાનો હિસ્સો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.