Western Times News

Gujarati News

TRP સ્કેમ:અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ વાઈરલ થયા પછી પાર્થો દાસ ગુપ્તાની તબિયત લથડી

તલોજા જેલમાં બંધ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના પૂર્વ સીઈઓ પાર્થો દાસ ગુપ્તાની તબિયત બગડ્યા પછી તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ પછી તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેમને અંડર ઓબ્ઝર્વેશમાં રાખવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, શુક્રવારથી પાર્થ દાસ ગુપ્તા અને અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ વાઈરલ થઈ છે.

સુપ્રીમ કોર્ટેના વકીલ પ્રશાંત ભૂષણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે, જેમાં તેમણે એક વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જો આ સ્ક્રીનશોટ સાચો છે તો રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે અને ફેક TRP કૌભાંડ મામલે નવો વળાંક આવી શકે છે.

હકીકતમાં શુક્રવારે પ્રશાંત ભૂષણના વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આમાંનું એક નામ છે અર્નબનું જોવા મળી રહ્યું છે, જ્યારે બીજું નામ પાર્થો દાસગુપ્તાનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દાસગુપ્તા બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ એટલે કે BARCના 2013થી 2019ની વચ્ચેના CEO હતા. ફેકTRP કૌભાંડમાં તેની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. BARC એ એક સંસ્થા છે, જે 45 હજાર ઘરોમાં ટેલિવિઝન પર લાગેલા બાર-ઓ-મીટર દ્વારા, દર અઠવાડિયે જણાવે છે કે કઈ ચેનલ કેટલી જોવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.