Western Times News

Gujarati News

એનપીએ ચરમ પર, ૬ વર્ષમાં બેન્કોના ૪૭ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

નવીદિલ્હી, છેલ્લા દાયકામાં ૪ વર્ષ મનમોહન તો ૬ વર્ષમાં મોદી સરકાર રહી. મનમોહન સરકારનાં છેલ્લાં ૪ વર્ષ(૨૦૧૧-૧૪) વચ્ચે એનપીએ વધવાની ટકાવારી ૧૭૫ % રહી, જ્યારે મોદી સરકારના શરૂઆતનાં ૪ વર્ષમાં એના વધવાની ટકાવારી ૧૭૮% રહી. ટકાવારીમાં વધારે ફરક નથી જાેવા મળી રહ્યો, પણ એટલું જાણી લો કે મનમોહને એનપીએને ૨ લાખ ૬૪ હજાર કરોડ પર છોડ્યું હતું અને મોદીરાજમાં એ ૯ લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યું છે જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા કોઈ બેન્ક પાસેથી લોન લઈને એને પાછી ન આપે, તો એ લોન અકાઉન્ટને ક્લોઝ કરી દેવાય છે.

ત્યાર પછી એના નિયમો હેઠળ રિકવરી કરવામાં આવે છે. મોટા ભાગના મામલામાં આ રિકવરી થઈ શકતી નથી અને જાે થાય તોપણ ન બરાબર છે. પરિણામે, બેન્કોના પૈસા ડૂબી જાય છે અને બેન્ક ખોટમાં જાય છે. ઘણી વખત બેન્ક બંધ થવાના આરે પહોંચી જાય છે અને ગ્રાહકોના પૈસા ફસાઈ જાય છે. આ પૈસા પાછા તો મળે છે, પણ ત્યારે નહીં, જ્યારે ગ્રાહકોને જરૂર હોય છે.

એનપીએ સાથે પણ આવું જ થયું હતું. તેને એચડીઆઇએલ નામની એક એવી રિયલ સ્ટેટ કંપનીને ૪ હજાર કરોડ રૂપિયાથી વધુની લોન આપી દીધી હતી, જે પછી પોતે દેવાદાર બની ગઈ હતી. લોનને આપવામાં પણ પીએમસીએ આરબીઆઇના નિયમોને નજરઅંદાજ કર્યા હતા.

વર્ષ ૨૦૨૦માં બેન્કોના જેટલા પૈસા ડૂબ્યા એમાં ૮૮% રકમ સરકારી બેન્કોની હતી. છેલ્લાં ૧૦ વર્ષથી આ જ ટ્રેન્ડ ચાલતો આવી રહ્યો છે. સરકારી બેન્ક એટલે કે તમારી બેન્ક, જેને જનતાની બેન્ક પણ કહેવાય છે. જ્યારે સરકારી બેન્ક ડૂબી જાય છે તો સરકાર અથવા આરબીઆઇ તેમની મદદ માટે સામે આવે છે, જેનાથી સરકારી બેન્કો ગ્રાહકોના પૈસા પરત કરી શકે આરબીઆઇ એટલે કે સરકારી નાણાકીય સંસ્થાઓ સરકારી બેન્કોને મદદ કરવા માટે જે રકમ આપે છે એ ક્યાંથી આવે છે? તમારા ખિસ્સામાંથી, એટલે કે તમારા પૈસા લઈને નીરવ અને માલ્યા જેવા લોકો ભાગી જાય કે પછી બેન્ક તમારી જ ભેગી કરેલી પૂંજીને જરૂર પડ્યે આપવાની ના પાડી દે. પછી સરકાર તમારા જ પૈસાથી બેન્કની મદદ કરે અને ત્યારે પછી તમને તમારા પૈસા પાછા મળે.

કમાલની વાત છે ને. મોદીના સત્તામાં આવ્યા પછી, વર્ષ ૨૦૧૫-૧૬માં એનપીએની રિકવરી ૮૦ હજાર ૩૦૦ કરોડ થઈ, જે ૨૦૧૫-૧૬ના એનપીએનો ચોથો ભાગ પણ ન હતી. જાેકે આગામી વર્ષથી વસૂલાત થોડીક વધારી દેવાઈ, પણ ૨૦૧૯-૨૦માં એ ફરી ઘટી ગઈ. કુલ મળીને એનપીએ રિકવરીની રકમ કુલ એનપીએની તુલનામાં ન બરાબર છે.જે મનમોહન તેમનાં છેલ્લાં ૪ વર્ષમાં ન કરી શક્યા એને મોદીએ આવતાંની સાથે પહેલા જ વર્ષે કરી બતાવ્યું. ૨૦૧૦-૧૧થી માંડી ૨૦૧૩-૧૪ વચ્ચે ૪ વર્ષમાં મનમોહન સરકારમાં ૪૪ હજાર ૫૦૦ કરોડ રૂપિયાની લોન રાઈટ-ઓફ્ફ થઈ, પણ મોદીના સત્તામાં આવ્યા પછીના પહેલા જ વર્ષ એટલે કે માત્ર ૨૦૧૪-૧૫માં ૬૦ હજાર કરોડ રૂપિયાની લોન રાઈટ-ઓફ્ફ થઈ ગઈ.

૨૦૧૭-૧૮થી તો જાણે મોદી સરકારે દયાભાવ કરવાનું બીડું ઉપાડી લીધું હોય. ૨૦૧૭-૧૮થી માંડી ૨૦૧૯-૨૦ વચ્ચે માત્ર ત્રણ વર્ષમાં મોદી સરકારમાં ૬ લાખ ૩૫ હજાર કરોડથી પણ વધુની લોન રાઈટ-ઓફ્ફ થઈ. હવે તમે વિચારી રહ્યા હશો કે આ રાઈટ-ઓફ્ફ શું હોય છે? જ્યારે બેન્કને લાગે છે કે તેમને લોન વહેંચી તો દીધી, પણ વસૂલવી મુશ્કેલ થઈ રહી છે, ત્યારે બેન્ક આ ફંડનો ઉપયોગ કરે છે. ગણિત એવું ગૂંચવાળાભર્યું થાય છે કે બેલેન્સ શીટમાં જ ગરબડ થવા લાગે છે. એવામાં બેન્ક એ લોનને ‘રાઈટ-ઓફ્ફ’ કરી દે છે, એટલે કે બેન્ક સ્વીકારી લે છે કે આ લોનની રિકવરી હવે નહીં થઈ શકે અને હવે આ લોન અમાઉન્ટને બેલેન્સ શીટમાંથી હટાવી દેવી જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.