Western Times News

Gujarati News

પાસપોર્ટમાં સુધારા કરાવવા હવે એપોઈન્ટમેન્ટ નહીં લેવી પડે

અમદાવાદ: પાસપોર્ટ અંગેના કામ માટે અરજદારોને કોઈ મુશ્કેલીઓ હોય તો હવેથી તેઓ રિજનલ પાસપોર્ટ ઓફિસે સોમવારથી શુક્રવાર દરમિયાન ઓફિસ સમયે કોઈપણ પ્રકારના અપોઈન્ટમેન્ટ લીધા વિના જઈ શકશે. પાસપોર્ટના અરજદારોને વર્ષોથી માત્ર બુધવારે જ પાસપોર્ટ ઓફિસની મુલાકાત કરવા મળતી હતી. ત્યારે નવા રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ અરજદારો ગમે ત્યારે પણ મળી શકે છે તેવો ર્નિણય લીધો છે.

પાસપોર્ટ પર અરજદારોનો ધરાસો વધતા દેશભરમાં પાસપોર્ટ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે. હવે કોઈ અરજદારની સમસ્યાનો નિકાલ પોસપોર્ટ સહાયતા કેન્દ્રમાં ન થાય તો અમદાવાદ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસમાં અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરવાની રહેતી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી આવા અરજદારો પાસપોર્ટ ઓફિસે માત્ર બુધવારે જ અધિકારીને મળી શકતા હતા. જેના કારણે અરજદારને ગુરુવારે કોઈ તકલીફ પડે તો આખું અઠવાડિયું રાહ જાેવી પડતી હતી.

તેના પગલે ઘણી ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસનો નવા અધિકારી રેન મિશ્રાએ ચાર્જ સંભાળ્યો હતો. અરજદારની સમસ્યાનું ઝડપી નિવારણ આવે તે માટે તેમણે અઠવાડિયાના પાંચેય દિવસ ઓફિસ કોઈપણ અરજદાર પોતાની સમસ્યા લઈને આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. તેમના આ ર્નિણયથી અરજદારોને પણ રાહત થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિદેશ ફરવા કે ભણવા જનારા લોકોની સંખ્યા વધતા પાસપોર્ટ માટેની અરજીઓમાં ઘણા સમયથી વધારો થયો છે. કેટલાક વર્ષોથી ગુજરાતમાં ૬ લાખથી પણ વધુ પાસપોર્ટ દરવર્ષે ઈસ્યૂ થઈ રહ્યા છે. જાેકે ૨૦૨૦માં કોરોનાના કારણે માત્ર ૨.૯૩ લાખ પાસપોર્ટ જ ઈસ્યૂ થઈ શક્યા હતા. જ્યારે ૨૦૧૯માં ૬.૬૫ લાખ પાસપોસ્ટ ઈસ્યૂ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.