Western Times News

Gujarati News

પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર નાકામ : કઠુઆ જિલ્લામાં બીએસએફએ સરહદ નજીક આવેલી સુરંગનો પર્દાફાશ કર્યો

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરની અંદર કઠુઆ જિલલામાં 10 દિવસની અંદર આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફને બીજી સુરંગ હાથ લાગી છે. બીએસએફના એક પ્રવક્તાએ કહ્યું કે આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા બનાવવામાં વધારે એક ભૂમિગત સુરંગનો બીએસએફ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે હીરાનગર સેક્ટરના પનસાર વિસ્તારમાં એક સરહદ પર એક સર્ચ ઓપરેશન દરમિયાન આ સુરંગ સામે આવી છે.

છેલ્લા 10 દિવસની અંદર બીએસએફ દ્વારા હીરાનગર સેક્ટરમાં આ પ્રકારની બીજી ભૂમિગત સુરંગનો પર્દાફાશ કર્યો છે. સાંબા અને કઠુઆ જિલ્લામાં છેલ્લા છ મહિનાની અંદર આ પ્રકારની ચોથી સુરંગ મળી આવી છે. તો છલ્લા એક દાયકાની વાત કરીએ તો આ દસમી સુરંગ છે. ઉલ્લેખનીય છે કે આ સેક્ટરના બોબિયાન ગામની અંદર 13 જાન્યુઆરીના રોજ 150 મીટર લાંબી સુંરંગ મળી હતી.

બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે આ નવી સુરંગને પાકિસ્તાન તરફથી 150 મીટર લાંબી, 30 ફૂટ જેટલી ઉંડી અને ત્રણ ફૂટના વ્યાસવાળી માનવામાં આવી રહી છે. પાકિસ્તાન સતત પ્રયાસો કરી રહ્યું છે કે તે યેન કેન પ્રકારે પોતાના આતંકીઓને ભારતમાં મોકલી શકે. તેવામાં સરહદ પર સેના દ્વારા તેના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.

જેના કારણે પાકિસ્તાની સેના અને આતંકી સંગઠનો ભારતમાં ઘૂસણખોરી કરવા માટેના અવનવા ઉપાયો કરી રહ્યા છે. જેમાં આ પ્રકારે સુરંગોનો સમાવેશ પણ થાય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી બીએસએફ આવી સુરંગોને લઇને પણ સતર્ક થઇ છે અને તેમના માચે ખાસ સર્ચ ઓપરેશન ચલાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.