Western Times News

Gujarati News

પાકિસ્તાન હવે વધુ લોન લેવાની સ્થિતિમાં રહ્યું નથી: ઇમરાન ખાન

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ આમ તો હંમેશા ખરાબ રહી છે પરંતુ હવે તે જે તંગહાલીમાં પહોંચી ગયું છે તે અનુસાર દેશનું નામ બદલી કંગાલિસ્તાન કરી દેવું યોગ્ય રહેશે.ગળા સુધી દેવામાં ડુબેલ પાકિસ્તાનથી કયારેક સાઉદી પોતાના પૈસા માંગી રહ્યું છે તો કયારેક યુઇએ.એક લોન ચુકવવા માટે તેને બીજી લોન લેવી પડી રહી છે.સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે નવું પાકિસ્તાન બનાવવાનું વચન આપી સત્તામાં આવેલ ઇમરાન ખાને કબુલ કર્યું છે કે દેશ હવે વધુ લોન લેવાની સ્થિતિમાં રહ્યો નથી.

પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કીંમત વધાર્યા બાદ ઇમરાન ખાને કહ્યું કે તેલની કીંમતોમાં વધારોનો બોજ ગ્રાહકો પર એટલા માટે નાખવો પડયો છે કારણ કે દેશને વધુ દેવાના બોજથી બચાવી શકાય.એક ખાનગી ટેલીવીઝનને આપેલ મુલાકાતમાં કહ્યું કે પેટ્રોલિયમ કીમતોને ઓછી રાખવા માટે દેશ વધુ લોકો લઇ શકે તેમ નથી.

ઇમરાન ખાને એ પણ સ્વીકાર કર્યું કે તેમના કાર્યકાળમાં પાકિસ્તાની કરેંસીની વેલ્યુ ખુબ ઘટી રહી છે ઇમરાને કહ્યું કે રૂપિયાની કીંમતમાં ઘટાડાને કારણે પેટ્રોલિયમ ઉત્પાદનો,દાળો ધી અને આયાતની આવનારા અન્ય વસ્તુઓ મોંધી થઇ ગઇ છે.ઇમરાને કહ્યું કે વર્તમાન સરકારમાં ડોલરની વેલ્યુ ૧૦૭ રૂપિયાથી વધી ૧૬૦ રૂપિયા થઇ ગઇ છે તેનાથી પણ કિંમત વધી છે.

પાકિસ્તાનને દેવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર વારંવાર મુશ્કેલીઓનો સામાનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં મેલેશિયામાં લીજ પર લેવામાં આવેલ તેમના એક વિમાનનું ભાડુ નહીં ચુકવવાને કારણે જપ્ત કરવામાં આવ્યું હતું તાજેતરમાં સાઉદી આરબે તેની પાસે લોન પાછી માંગી તો ચીનથી ઉદાર લઇ ચુકવવું પડયુ હવે યુએઇએ પણ તાકિદે લોન ચુકવવા માટે કહી દીધુ છે.
પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે જનતાનો જીવ બચાવવા માટે તે કોરોના વેકસીન ખરીદી શકતી નથીતે કોવાકસ પ્રોગ્રામ હેઠળ ૨૦ ટકા વસ્તી માટે મફત વેકસીની આશામાં બેઠુ છે તો આ દરમિયાન ચીનની સામે પણ તેણે હાથ ફેલાવી દીધા છે પરંતુ ડ્રેગને પણ તેની બેઇજ્જતીની તક છોડી નહીં અને ફકત ૫ લાખ ડોઝ આપી છુટકારો મેળવ્યો છે.

ઇમરાન ખાન પાકિસ્તાનની તસવીર બદલવાનું વચન આપી સત્તામાં આવ્યા હતાં પરંતુ તેમણે દેશના માથા પર દેવાનો જ બોજાે વધાર્યો છે. ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકારે લોન લેવાનો રેકોર્ડ બનાવતા પોતાના કાર્યકાળના પહેલા વર્ષ(ઓગષ્ટ ૨૦૧૮-ઓગષ્ટ ૨૦૧૯)ની વચ્ચે ૭.૫ લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન અનુસાર જુન ૨૦૧૯ સુધી પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું ૩૧.૭૮૬ ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા હતું જુન ૨૦૨૦માં આવેલ એક રિપોર્ટમાં પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું તેની જીડીપીના ૧૦૬.૬ ટકા થઇ ગયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.