NHL મ્યુનિ. મેડિકલ કોલેજ અને AMC મેટ નર્સિંગના ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન જાગૃતિ‘ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
અમદાવાદ શહેરની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને AMC મેટ નર્સિંગ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શનમાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા અને અચૂક મતદાનના શપથ લેવડાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને મતદાન પર્વના મહત્ત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા સૌ યુવાનોએ લોકશાહીના પર્વ નિમિત્તે અચૂક મતદાનના શપથ લીધા હતા. આ પ્રસંગે NHL મ્યુનિ. મેડિકલ કોલેજના સાયકોલોજી વિભાગના પ્રોફેસર ડો.અનિતા વર્મા, ડો. હર્ષદેવ ગઢવી તથા નર્સિંગ કોલેજના ડો.અર્ચના તનુજીયા, સ્વીપ નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ યુવાનો મતદાન કરે તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે.