NIAના ગુજરાત સહિત દેશમાં ૭૦ જગ્યા પર દરોડા
નવી દિલ્હી, ગેંગસ્ટર-આતંકી જાેડાણ પર મોટી કાર્યવાહી કરતા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દેશના કેટલાય રાજ્યોમાં દરોડા પાડ્યા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંડીગઢ, યૂપી, ગુજરાત, એમપીમાં ૭૦થી વધારે જગ્યા પર એક સાથે NIAએ દરોડા પાડ્યા છે.
ગેંગસ્ટર-આતંકી જાેડાણને તોડવા માટે એનઆઈએ દેશના કેટલાય ભાગમાં ૬ મહિનામાં આ ચોથી વખત દરોડા પાડ્યા છે. આ સમગ્ર કાર્યવાહી એનઆઈએએ ગેંગસ્ટરો અને તેમના ગુનાઈત સિંડિકેટ વિરુદ્ધ નોંધાયેલ સંબંધમાં છે. છેલ્લા ૩ મહિનામાં એનઆઈએએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જે પુછપરછ કરી છે, તેના આધાર પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, આ જ ક્રમમાં એનઆઈએની ટીમ કચ્છના ગાંધીધામમાં દરોડા પાડ્યા છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈના સાથીને ત્યાં દરોડા પાડવામા આવ્યા છે. કુખ્યાત સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડ્યા છે. આપને જણાવી દઈએ કે, કુલવિંદર ગેંગસ્ટર બિશ્નોઈ સાથે જાેડાયેલ હતો. અગાઉ પણ બિશ્નોઈ ગેંગને શરણ આપી ચુક્યો છે. કુલવિંદર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જાેડાયેલો છે.
આ ઉપરાંત પંજાબમાં જે અલગ અલગ ગેંગ એક્ટિવ છે, તેમના સાગરીતોને ત્યાં પણ એનઆઈએના દરોડા પડ્યા છે. એનઆઈએના દરોડાનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે, ગેંગસ્ટરોને હથિયારની સપ્લાઈ ક્યાંથી થઈ રહી છે.
જે મુખ્ય ગેંગસ્ટર સિંડિકેટ્સને ત્યાં રેડ ચાલી રહી છે, તેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ, કાલા જઠેડી ગેંગ અને નીરજ બવાના ગેંગ સામેલ છે. ગુજરાતના ગાંધીધામમાં લોરેન્સ બિશ્નોઈના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડ્યા છે.SS1MS