નીતીશ પલટુરામ, પરંતુ હવે તે શ્રી રામના ચરણોમાં સમર્પિત
નવી દિલ્હી, બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ ત્રણ વર્ષમાં સત્તા પરિવર્તન થયું છે. નીતીશ કુમારે એનડીએ ગઠબંધન સાથે બિહારમાં સરકાર બનાવી છે. ત્યારે જેડીયુ પ્રમુખના એનડીએમાં જાેડાવા પર જગદગુરુ રામભદ્રાચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે. નીતીશ કુમારને લઈને જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે,’જે પણ થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે.
રાજકારણમાં આવું થતું રહે છે. નીતીશ કુમારને ત્યાં સન્માન મળી રહ્યું ન હતું. જ્યારે રાવણનો ભાઈ વિભીષણ રામ પાસે આવી શકે છે, તો નીતીશ કુમારના એનડીએમાં જાેડાવા પર શું ફરક પડશે. નીતીશ ચોક્કસ પલટુરામ છે, પરંતુ આ વખતે તે શ્રી રામના ચરણોમાં સમર્પણ થઈ ગયો છે.’
ગઈકાલે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નીતીશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ભાજપના વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
અન્ય આઠ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. જેમાં જેડીયૂના ત્રણ વિજય ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ અને પ્રેમ કુમારે શપથ લીધા હતા. તો હિન્દુસ્તાની આવામ મોર્ચાના સંતોષ કુમાર સુમન(સંતોષ માંઝી) અને અપક્ષ ધારાસભ્ય સુમિત કુમાર સિંહે મંત્રી પદના શપથ લીધા હતા.
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં આપવા અંગે નીતીશ કુમારે કહ્યું કે,’આ સ્થિતિ એટલા માટે આવી કારણ કે બધુ બરાબર ચાલી રહ્યું ન હતું. હું દરેકનો અભિપ્રાય લેતો હતો. મેં તેમની બધી વાત સાંભળી. લોકો જે પ્રકારના દાવા કરી રહ્યા હતા તે પાર્ટીના નેતાઓને ખરાબ લાગતું હતું, તેથી મે રાજીનામું આપી દીધું.’ SS2SS